Monday, 31 October 2011

સરદાર એટલે સરદાર એટલે સરદાર

31 ઓક્ટોબર સરદારનો જન્મદિવસ... ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરુર ઉભી થઇ ત્યા સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે મનમા જે તારીખ આવી તે કહી દીધી...! સરદારને જ સૂઝે એવુ હાજરજવાબીપણુ આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ!
જાણીને આંચકો લાગે એવી વાત છે પણ સત્ય એ છે કે સરદારના જન્મ અંગે કોઇ જ નોન્ધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે, વલ્લભની નહી.!! એમની સાથે અન્યાય જાણે કે જન્મથી જ શરુ થઇ ગયેલો. 

સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા પણ સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! નવ વરસ પછી શાળામા દાખલ થનાર આ બાળક સાથે થયેલો આ અન્યાય કોણે કર્યો હશે?

સરદાર પટેલ જે સમાજમાથી આવે છે તે સમાજમા છ ગામનો ગોળ સૌથી વધુ મોભાદાર ગણાતો.. કરમસદ, સોજિત્રા, નડિયાદ, ધર્મજ, વસો, અને................. મતલબ કે આ પાંચ ગામમા જ લગ્ન થઇ જવા એ પ્રતિષ્ઠિત ગણાતુ. પરંતુ સરદારના લગ્ન ગણા નામના ગામમા થયેલા! કરમસદ સિવાયના પાંચ ગામમા આ મૂરતિયાને પોંખનાર કોઇ નહોતુ... વાહ રે ઇતિહાસ વાહ.... જે જિલ્લાની આગેવાની કરવા માટે ગાન્ધીજીએ પોતાની હજારો કાર્યકરોની ફોજ્માથી સરદારની પસન્દગી કરેલી એ જિલ્લાના આ વટવાળા પાંચ ગામોએ એમને કન્યા ન આપી!?!

સરદાર અને ગાન્ધીજી
કેટલાક લોકો ઘણીવાર વાત કરે છે કે સરદારને વડાપ્રધાન ન બનાવીને ગાન્ધીજીએ સરદારને અન્યાય કર્યો. એટલુ જ નહી, આ દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો કાશ્મીર સહિત ઘણી સમસ્યાઓ દેશને નડી ન હોત. સંભવ છે. ઇતિહાસે આ દેશ સાથે કરેલી ક્રુર મશ્કરીઓની સંખ્યા માની ન શકાય એટલી બધી છે. 
ઇતિહાસના અટ્ટહાસ્ય આગળ આપણે સૌ લાચાર હોઇએ છીએ. ગુલામ ભારતના આગેવાનો અને સરકાર પોતે પણ સરદારને મુસ્લિમ વિરોધી ચિતરવામા સફળ થયેલા.  આઝાદ ભારતના હિન્દુ સંગઠનો પણ એ જ માળા જપ્યા કરે છે. હકીકત એ છે કે સરદાર સાચા સેક્યુલર હતા. પણ સરદારની આવી છાપ દેશના વડાપ્રધાન બનવામા આડે આવી હોઇ શકે. ગાન્ધીજીએ સરદારને બદલે નહેરુ પર પસન્દગી ઢોળી એ માટેના પણ કારણો હશે જ જેમ કે:
દેશનુ યુવાધન્ નહેરુના અત્યંત પ્રભાવમા હતુ.
સરદાર ઉમ્મરલાયક પણ હતા તથા બીમાર પણ હતા. સરદાર અને નહેરુ તેમજ ગાન્ધીજીને નીકટથી ઓળખતા લોકોને સૌથી અગત્યનુ કારણ એ જ લાગે છે કે સરદાર લામ્બુ જીવશે એવી આશા નહોતી અને દેશને શાસનની સ્થિરતાની સૌથી વધુ જરુર હતી.
સરદાર કરતા નહેરુની આંતરરાષ્ટ્રીય ઓળખાણ વધુ હતી અને દેશને એ વખતે બીજા દેશોની મદદની પણ જરુર હતી. જો કે નહેરુ પોતે પણ પ્રામાણિકપણે માનતા કે સરદાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચારી શકતા નથી. દેશના અન્ય આગેવાનો પણ આમ જ માનતા. અલબત્ત વિશ્વયુદ્ધ વખતે સરદારની આગાહીઓ જ વધુ સાચી પડેલી! સરદારને આંતરરાષ્ટ્રીય કક્ષાની પૂરતી સમજણ હતી પરંતુ આ અંગે તેઓ નહેરુની જેમ વાતવાતમા વિદેશના સન્દર્ભોનો ઉલ્લેખ ન કરતા.
નહેરુ ભક્તોને ન રુચે એવુ એક કારણ એ પણ હોઇ શકે કે ગાન્ધીજી અને સમગ્ર દેશ એ વખતે કોંગ્રેસની એકતા ઇચ્છતો હતો. જો નહેરુ વડાપ્રધાન ન બને તો શક્ય છે એ કોંગ્રેસ છોડીને કોએ નવો પક્ષ સ્થાપી શકે એવી ધાસ્તી હતી. સરદારની વફાદારી નિ:શંક હતી. ગાન્ધીજીના સૌથી વફાદાર સાથી સરદાર જ હતા. એટલે સરદાર ગાન્ધીજીનો પડ્યો બોલ ઉઠાવી લઇને નાયબ વડાપ્રધાન બની ગયા... આ જ કામ નહેરુ ન જ કરી શક્યા હોત.. નહેરુએ ગાન્ધીજીનો વિરોધ ઘણીવાર કર્યો છે. સુભાષચન્દ્ર બોઝ સાથે રહીને શરુઆતમા નહેરુ કોંગ્રેસને અનુકૂળ ન હોય તેવુ વર્ત્યા જ હતા. ટૂંકમા, સરદાર કોએપણ પદ ઉપર રહીને આઝાદ ભારતમા વિધાયક ભૂમિકા કરી શકશે  પરંતુ નહેરુ વડાપ્રધાન સિવાયની કોઇપણ ભૂમિકા સકારાત્મક રીતે ન કરી શક્યા હોત એ વાતની ખાતરી ગાન્ધીજી સહિત લગભગ તમામ કોંગ્રેસીઓને હતી.
ઘડીભર માની લો કે સરદાર વડાપ્રધાન બન્યા હોત તો શુ થાત? નહેરુ નાયબ વડાપ્રધાન બન્યા હોત અને ગ્રુહપ્રધાન પણ બન્યા હોત.. મતલબ કે દેશી રજવાડાના વિલીનીકરણનો મુદ્દો એમની પાસે હોત..! શુ નહેરુ હૈદરાબાદ અને જુનાગઢ જેવી સમસ્યાઓ ઉકેલી શક્યા હોત? અત્યારે એક જ કાશ્મીર છે, કારણ કે એ એકમાત્ર રાજ્યની જવાબદારી નહેરુએ લીધેલી. જો તમામ 566 રજવાડા નહેરુને હવાલે હોત તો શુ થાત? શક્ય છે , આપણે આખુ ભારત જોઇ જ ન શક્યા હોત.. આ રીતે વિચાર કરતા એવુ લાગે કે  આ ઇતિહાસના આશીર્વાદ પણ હોય!!!!

સરદારના જન્મદિવસે મૂકવા ધારેલી આ પોસ્ટ એક દિવસ પછી મૂકાઇ રહી છે.. એ પણ આ મહાન નેતાને મે કરેલો અન્યાય જ ગણાય ને????

No comments:

Post a Comment