લોકશાહી દેશમા શાસન બન્ધારણનુ એટલે કે કાયદાનુ જ હોય એવુ આપણને શીખવવામા આવ્યુ છે. આપણે પણ "પઢો રે પોપટ રાજા રામના..."ની જેમ એમ જ શીખવીએ છીએ અને કહેતા રહીએ છીએ... શાસન વિશે કેટલાક મૂળભૂત સવાલો પૂછવા જેવા છે... ખાસ કરીને અત્યારના એવા સમયમા જ્યારે કાયદાના શાસન હેઠળ ન્યાય મેળવવા ઝંખનાર બે-ત્રણ દાયકા સુધી અદાલતોના ધક્કા ખાઇ ખાઇને મરી જાય છે.. અને અદાલત ન્યાય આપી શકતી નથી...
જો કાયદો, અદાલત, પોલીસ વગેરે રક્ષણ અથવા અપેક્ષિત ન્યાય આપી શકતા હોત તો પછી લોકો ગુંડાઓ પાસે રક્ષણ માગવા શા માટે જાત?? ક્યાક કશુક મૂળમાથી જ ખોટુ હોય એવુ સતત લાગ્યા કરે છે....
પશ્ચિમિ દેશોની તુલનામા પૂર્વની પ્રજા માટે કાયદાનુ શાસન કેટલુ અસરકારક છે એ એક સ્વતંત્ર તપાસનો વિષય છે. પણ હા, અમેરિકા, કેનેડા, ઇંગ્લેંડ્મા વસતા ભારતીયોની વાતો સામ્ભળતા એવુ લાગે કે એ પ્રજા કાયદાને સખત માન આપનારી છે. અથવા તો કાયદાથી ડરવુ જ પડે એવી જડબેસલાક વ્યવસ્થા ત્યા છે. ટ્રાફિક પોલીસને પચાસની નોટ પકડાવીને વગર લાયસંસે ડ્રાઇવિંગ કરનારા આપણે શુ ધૂળ કાયદાનુ પાલન કરી શકીએ? સરેઆમ દારુ પીનાર અને વેચનાર પણ પોલીસ દ્વારા જ સુરક્ષિત છે આપણે ત્યા, કારણ કે સુરક્ષાનો હપ્તો નિયમિત મળી જાય છે પોલીસને.... ઇન્દિરા ગાન્ધીની હત્યા ધોળે દિવસે અનેક લોકોની હાજરીમા થઇ હતી. એમ છતા એમના હત્યારાને સજા થવામા આ દેશના નાગરિક તરીકે માથુ શરમથી ઝૂકી જાય એટલો વિલમ્બ થાય છે... ન્યાય.. માય ફૂટ... આવી તે કેવી લોકશાહી, કેવુ ન્યાયતંત્ર? આવુ જ કસાબનુ... શક્ય છે કસાબ 60-65 વર્ષ જીવી જાય અને શરીરમા વધી ગયેલા કોલેસ્ટેરોલથી જ એનુ કુદરતી મોત થાય...!!
પરમ્પરાગત ભારતીય સમાજમાં ન્યાય અને શાસન માટે કાયદાને નહી, ધર્મને આધાર માનવામા આવતો... સમ્ભવ છે... સતીપ્રથા જેવા રિવાજો પણ એમા હતા જ... પણ એ તો કાળક્રમે સુધરી પણ શકે જ ને? મારા મનમા અત્યારે બે બાબતો આવી રહી છે... એક તો ધર્મ સાથે જોડાયેલ ન્યાય અને બીજો સમાજ સાથે જોડાયેલ ન્યાય. આજે માત્ર ધર્મ સાથે જોડાયેલ ન્યાય અને શાસનની વાત કરીએ.
ધર્મ સાથે જોડાયેલ ન્યાય
પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ગમે તેવો મોટો ગુનેગાર પણ પૈસાનાં જોરે છૂટી શકે છે અથવા પોતાને મળનારી સજાને એ વિલંબમાં નાખી શકે છે. એટલું જ નહિ, અદાલતમાં કે પોલીસ થાણામાં બેસીને શરાબ પી શકે, પોલીસની હાજરીમાં પણ ગમે તેવું વર્તન કરી શકે એવા હજારો ગુનેગારો આ દેશમાં છે જ. પરંતુ આ જ ગુનેગાર દારુ પીને મંદિરમાં નથી જતો. મંદિરમાં જઈને એ ખરાબ રીતે નથી વર્તાતો... મતલબ કે ગાળ કે અપશબ્દો નથી બોલતો. શા માટે? એણે કદી નથી જોયા એવા ભગવાન નામના તત્વથી એ આટલો બધો ડરે છે શું કામ?
પોતાના સ્વજનના મોટા પાછળ પંખીઓને ચણ અથવા ગાયોને દાણની ખેરાત કરતી વ્યક્તિ પોતાના પ્રકૃતિપ્રેમને લીધે એમ નથી કરતી, મૃતકને સ્વર્ગ મળે એ માટેની આ મથામણ છે. બને ત્યાં સુધી કંઈ જ ખોટું ના કરનાર, મોટેભાગે પવિત્ર જીવન જીવનાર વ્યક્તિ પણ કશું જ ખોટું નથી કરતી એ એટલા માટે નહિ કે એ ગેરકાયદેસર છે , પરંતુ એટલા માટે કે એ પાપ છે. ગેરકાયદેસર હોવું અને પાપ હોવું એ બે બાબતો જુદી છે. બંધારણની વિરુદ્ધ હોય તે ગેરકાયદેસર અથવા ગુનો કહેવાય અને ધાર્મિક રીતે જે વર્જ્ય છે તે પાપ ગણાય. કેટલીકવાર તો આ બંને પરસ્પર વિરોધી પણ હોઇ શકે. દાખલા તરીકે, સ્ત્રી સમાનતાની પક્ષધર મહિલા માસિક ધર્મ વખતે મંદિરમાં જવાનું ટાળે છે. કાયદાકીય રીતે કઈ જ ખોટું ના હોવા છતાં એ પાપમાં પડવા નથી માગતી. ટૂકમાં આપણા લોકોને એવી પાકી ખબર છે કે કાયદામાં છટકબારીઓ છે, ધર્મમાં સજા જ છે. આ જન્મે નહિ તો આવતા જન્મે પણ સજા ભોગવવી જ પડશે. અને આ કારણે માણસ ખોટું કરતા ડરે છે. પોલીસ સ્ટેશનમાં ઉભા ઉભા દારુ પી શકનાર માણસ અદાલતમાંથી નિર્દોષ છૂટી જાય છે. પરંતુ એ જ માણસ દારૂ પીધેલો હોય ત્યારે મંદિરમાં જવાનું ટાળે છે! શાસન અથવા સરકાર અથવા કાયદા મુજબ અમુક ચોક્કસ રકમ જમા કરાવવામાં ઠાગાઠૈયા કરનાર મંદિરમાં ચડાવવાના પ્રસાદમાંથી કશું જ ઓછું નથી કરતો! પૂરવાની દુનિયાનો સામાન્ય માણસ ભગવાનથી ડરે છે, કાયદાથી નહીં. આ માણસ સમજે છે કે ધર્મનો કાયદો ભગવાને બનાવ્યો છે જયારે અદાલતનો કાયદો માણસે બનાવ્યો છે. માણસે બનાવેલા કાયદાને તોડવામાં એને જરા પણ સન્કોચ નથી , ભગવાનના બનાવેલા કાયદાને તોડતા એનો જીવ ચાલતો નથી.
પૂર્વના આવા God Fearing લોકો માટે આપણે પશ્ચિમના કાયદા લઇ આવ્યા. પરિણામ આપણી સામે છે. ભગવાનના ડરથી ભલે હોય, પણ પ્રકૃતિ અને સમષ્ટિના હિતમાં જ જીવનારી આ માનવજાતને આપણે શિક્ષણના નામે એવું શીખવ્યુ કે એ પ્રકૃતિનો વિનાશ કરતો થયો. ગંગા પવિત્ર છે, નદી માતા છે, એમ સમજનાર ઇન્સાનને ગમાર સમજીને ભણાવવામાં આવ્યું કે છેવટે તો પાણી એટલે H2O... બસ, એના માટે ગંગા પણ H2O બની ગઈ અને એના મનમાંથી ધાર્મિક ડર દૂર થઇ ગયો. પરિણામ એ કે ગંગા ગટર જેવી ગંદી થઇ ગઈ !! ખરેખર ગમાર કોણ હતું, શીખનાર કે શીખવનાર??!! આવા તો કઈ કેટલાય ઉદાહરણ છે જે આપણને એટલે કે પોતાની જાતને ભણેલી ગણનારાને જ ગમાર સાબિત કરે છે. !! અસ્તુ.

No comments:
Post a Comment