Wednesday, 12 October 2011

જગજીતસિંગ- ગઝલનો રેશમી અવાજ્

જગજીતસિંગના અવસાનના સમાચાર ગઝલચાહકો માટે અત્યંત આઘાતજનક છે. આ ગજાનો ગઝલગાયક હવે ક્યાથી આવશે? ગઝલની ગાયકીને જે માસૂમિયત જોઇએ, જે દર્દ જોઇએ, જે સંવેદન જોઇએ... એ બધુ જ હતુ આ વિરમી ગયેલા અવાજમા....
"યે કાગજકી કશ્તી યે બારિસકા પાની" એમને સાંભળવા શરુ કર્યા... વચ્ચે માઇલસ્ટોન જેવા મૂકામ આવતા રહ્યા... ગાલિબ (હમણા જ ગુજરાતી કવિ શોભિત દેસાઇએ ક્યાક લખેલુ વાચવામા આવ્યુ કે ગાલિબનો સાચો ઉચ્ચાર ઘાલિબ છે, ગાલિબ નહી!) હા, તો ગાલિબને આપણા સુધી પહોચાડવામા જગજીતસિંગનો ઘણો મોટો ફાળો છે....
"એક બ્રાહ્મનને કહા હૈ કિ યે સાલ અચ્છા હૈ" જેવી નજમને પણ બખૂબી ગાઇ શકવાની ત્રેવડ હવે ક્યાથી લાવીશુ? "આંખોમે નમી, હંસી લબો પર; ક્યા હાલ હૈ ક્યા દિખા રહે હો..."જેવી નાજુક ક્ષણોને સ્વર આપનાર કે પછી "જબ કભી તેરા નામ લેતે હૈ, દિલ સે હમ ઇંતકામ લેતે હૈ.." જેવી ખાનાબદોશ ક્ષણોને જેમની તેમ આપણા દિલ સુધી પહોચાડ્નાર આપણી વચ્ચે હવે નથી એવુ આ દિલ કેવી રીતે માને? "પ્યાર કા પહેલા ખત લિખને મે વક્ત તો લગતા હૈ, નયે પરિન્દો કો ઉડને મે વક્ત તો લગતા હૈ" ગાનાર પ્રેમાભિલાષીની મૂંઝવણ આપણા સુધી પહોચાડવા માટે આ કલાકારે કેટલી મહેનત કરી હશે? "આકાશ કા સૂનાપન મેરે તન્હા દિલ મે, પાયલ છનકાતી તુમ આ જાઓ જીવન મે, સાંસે દેકર અપની , સંગીત અમર કર દો" લખનાર કવિને કદાચ ખબર પણ નહી હોય કે 'સાંસ'નો અહેસાસ પણ આ ફનકાર કરાવશે. "રોતે બચ્ચો કી તસલ્લી કે લિયે, માને ફિર પાની પકાયા દેર તક" સાંભળતી વખતે આપણી આંખો ભિંજાય છે કારણ કે ગાનારે પણ પોતના અવાજમા પોતાના આંસુની ભીનાશ ભરી છે. આમ, રડાવીને પણ ખુશ કરનાર ગાયક આજે રડાવીને બસ રડાવ્યા જ કરે છે. અને આજે એ એવુ કહેવાની સ્થિતિમા તો નથી જ કે "મુજ કો યારો માફ કરના, મૈ નશે મે હૂ" હરગિજ નહી, કરોડો ગઝલપ્રેમીઓને વગર નશાની બેહોશી પીવડાવીને જગજિતસિંગજી તમે મૌનના મહાસાગરમા સરકી ગયા છો. હા, અત્યારે કહેવાની ઇચ્છા ચોક્કસ થાય છે કે "જાતે જાતે વો મુઝે અચ્છી નિશાની દે ગયા, ઉમ્રભર દોહરાઉંગા ઐસી કહાની દે ગયા''. કેટકેટલા ગઝલકારો તમારા સ્વર વગરના થઇ ગયા? જાવેદ અખ્તર હવે નહી લખે કે "મુજકો યકી હૈ સચ કહતી થી જો ભી અમ્મી કહતી થી, જબ મેરે બચપન કે દિન થે ચાન્દ પે પરિયો રહેતી થી" ગુલઝાર માટે બીજુ 'મરાસિમ' લખવુ કેટલુ મુશ્કેલ હશે? નિદા ફાઝલી જ્યારે ગઝલ લખતા હશે ત્યારે પણ જાણે કે વિચારીને લખતા કે આ રચના તો જગજીત્સિંગ જ ગાશે. તમે જ ગાઇ શકો એવી રચના લખવા પ્રેરાતા ઊર્મિકવિઓની પીડા કદાચ તમારા સુધી પહોચી નથી, જગજીત્સિંગજી.... અથવા તો તમને અમારી વચ્ચેથી અકાળે ઉપાડી જનાર ભગવાન સુધી નથી પહોચી. કે પછી તમે વિવેક્ને મળવા ઉતાવળા થયા? કોણ જાણે, પણ તમારુ આમ ચાલ્યા જવુ જસ્ટીફાય નથી થતુ. શક્ય છે, સ્વર્ગના દેવતાઓ શાસ્ત્રીય સંગીતમા ગવાતી સ્તુતિઓ અને શ્લોકોથી થાકી ગયા હોય અને તમારા કંઠે ગઝલ સાંભળવા ઇચ્છતા હોય....જો એમ જ હોય તો સ્વર્ગના એ સઘળા દેવોને એટલુ જ કહેવાનુ કે "હાથ છૂટે ભી તો રિશ્તે નહી તૂટા કરતે, વક્ત કી શાખ સે લમ્હે નહી તૂટા કરતે..." આ સિવાય તો તમને શુ શ્રધ્ધાંજલિ પણ શુ આપી શકીએ.

No comments:

Post a Comment