ભારતના કેટલાક હિંદુ સંગઠનો દ્વારા જાણે અજાણે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે નથ્થુરામ ગોડસે દેશભક્ત હતા તેથી તેમણે ગાંધીજીની હત્યા કરી. ઐતિહાસિક રીતે ગાંધી હત્યાને વાજબી ઠેરવવા માટે એવું કારણ અપાય છે કે ભારત - પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનને મળવાપાત્ર હિસ્સો રૂપિયા પંચાવન કરોડ પાકિસ્તાનને ચૂકવી દેવા માટે ગાંધીજીએ આગ્રહ કર્યો (કોઈ એને હઠ કહી શકે ) એટલે ભારત માતાના સપૂત નથ્થુરામ ગોડસે અને તેમના મિત્રોએ ગાંધીજીની હત્યા કરી.
વેરી ગૂડ !
દલીલમાં દમ છે !
પાકિસ્તનના પંચાવન કરોડ વિષે વિગતે સમજીએ -
ભારત-પાકિસ્તાન ભાગલા પછી બન્ને દેશો માટેની મિલકતની વહેચણી થઇ હતી. જમીન, ઝવેરાત , યાંત્રિક સામગ્રી ઉપરાંત નાણાની પણ વહેચણી થયેલી. આ વહેચણીમાં ભારતને સાતસો કરોડ રૂપિયા કરતાં વધુ રકમ અને પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા મળવાપાત્ર હતા. વહેચણીના અમલીકરણ વખતે જ્ પાકિસ્તાને કાશ્મીર પર લશ્કરી હુમલો કર્યો એટલે ભારતના આગેવાનોએ પંચાવન કરોડ રૂપિયા અટકવી દીધાં.
યાદ રહે....ગાંધીજી માટે ભારત અને પાકિસ્તાન સગા બે દીકરા જેવા જ્ હતા. બાપ જયારે પોતાના બે દીકરાઓની મિલકત વહેચે ત્યારે કોઈને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન રાખે જ્ ! એટલે પાકિસ્તાનને એના પૈસા મળી જાય એ માટે એમણે આગ્રહ કર્યો. તત્કાલીન ભારતીય આગેવાનોએ આની વિરુદ્ધમાં દલીલ કરતાં કહેલું કે "આ પંચાવન કરોડમાંથી પાકિસ્તાન શસ્ત્રો વસાવશે અને ભારત પર જ્ એનો ઉપયોગ કરશે ! તેથી હાલ પાકિસ્તાનને પૈસા ના આપવા જોઈએ."
કોઈ પણ દેશ ભક્તને ગળે ઉતારી જાય એવી આ ગળચટ્ટી દલીલ કરનાર એ ભૂલી જાય છે કે પોતાની માલિકીના પૈસાનો ઉપયોગ પાકિસ્તાન ગમે તે રીતે કરી શકે એ એનો અધિકાર હતો ! જો એ આ પંચાવન કરોડ રૂપિયા પોતાની ગરીબ પ્રજા માટે ભોજન, આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો ને બદલે સૈન્ય પાછળ વાપરે તો પણ ભારત પાસે તો સાતસો કરોડ જેવી રકમ હતી - એમાંથી શસ્ત્રો ના આવી શકે?
મૂળ વાત તો છે આ મુદ્દાને લઈને ગાંધીજીની હત્યાને વાજબી ઠેરવવાની !
મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ પહેલાં પણ ગાંધીજીની હત્યા કરવાના ચાર-પાંચ પ્રયાસો થયેલા ! પંચાવન કરોડનો મુદ્દો ગાંધી હત્યાના સોળ દિવસ પહેલાં જ્ ઉભો થયેલો ! જયારે તેમની હત્યાના પ્રયાસ ચૌદ વર્ષે પણ થયેલા !
પ્રથમ પ્રયાસમાં પુનામાં એમની ગાડી પર બોમ્બ પડેલો !
વર્ષો પહેલાં પંચગીનીમાં એક ટોળું એમનો વિરોધ કરવા આવેલું. આ ટોળાના આગેવાન પાસેથી છરો મળી આવેલો. આ આગેવાનનું નામ હતુ નથ્થુરામ ગોડસે !
સ્વતંત્રતા અંગે ગાંધીજી અને મહંમદઅલી ઝીણા વચ્ચે મુંબઈમાં મુલાકાત ના થાય એ માટે ગાંધીજીને વર્ધા પાસે આવેલા સેવાગ્રામ આશ્રમમાંથી બહાર ના નીકળવા દેવા માટે પણ એક ટોળું આવેલું. આ ટોળામાં પણ પણ ગોડસે છરો લઈને આવેલા.
એકવાર ગાંધીજી જે ટ્રેનમાં બેઠા હતા એ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો.
મૃત્યુના થોડા દિવસ પહેલાં પ્રાર્થનાસભામાં પણ બોમ્બ ફેકવામાં આવ્યો હતો.
ઉપરના બધા જ્ પ્રયાસોની નિષ્ફળતા પછી ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ ના રોજ છઠ્ઠો પ્રયત્ન આપણી પાસેથી ગાંધીજીને છીનવી ગયો ! આ પ્રયાસો ભલે જુદી જુદી જગ્યાએ થયા હોય, એ કરનાર લોકોમાં કોઈક નિશ્ચિત જોડાણ હતુ જ્ ! ઈતિહાસની કમનસીબીએ હત્યારાઓને હિન્દુઓના હીરો બનવાનું સૌભાગ્ય બક્ષ્યું એ જુદી વાત છે.

gandhiji ne kayam janya ane manya 6.
ReplyDeleteManavta na e paygambar ne koti koti vandan..
Manavta ne hindu, muslim, dalit, shavaran na bias sivay darshan karva jetli shrddha gandhiji sivay koi pase nahoti..... Shu have koi ne aavse???
Gandhi jaynti e tamaro blog vanchi ek aneri trupti no ahesas thayo....
By-VISHAL MAKWANA SRG SCIENCE.
Manavta na e paygambar ne koti koti vandan..
Manavta ne hindu, muslim, dalit, shavaran na bias sivay darshan karva jetli shrddha gandhiji sivay koi pase nahoti..... Shu have koi ne aavse???
Gandhi jaynti e tamaro blog vanchi ek aneri trupti no ahesas thayo....
By-VISHAL MAKWANA SRG SCIENCE.
વાહ ગુરૂજી ની જય હો.વાંચવાની મજા આવી.બન્ને લેખ સારા છે.રાકેશે જાણ કરી કે ગુરૂજી ઓન લાઈન થયા છે.બ્લોગ પરિવારમાં આપને આવકારું છું.
ReplyDeleteખરેખર ખૂબ ગમ્યું.
આભાર.