Tuesday, 11 October 2011

મન્દિરના ધન પર કોનો અધિકાર?


કેરલના એક વિષ્ણુ મન્દિરમા લાખો કરોડનો ખજાનો મળે છે અને દેશ સ્તબ્ધ થઇ જાય છે. આ ખજાના પર કોનો અધિકાર છે એ વિષે ટીવી પર આવતા ચશ્મિશ તજગ્નો ચશ્માની દાંડી હાથમા રાખીને પોતાના અભિપ્રાય આપતા થઇ ગયા. એ કહે છે કે આ ધન શિક્ષણ માટે, આરોગ્ય માટે, ગરીબી નિવારણ માટે કે પછી લોકજગ્રુતિ માટે વાપરવુ જોઇએ. વાહ, બહોત ખૂબ... માશાલ્લાહ ... આપને દેશ માટે કેટલી ચિંતા છે! મન્દિરનુ ધન વાપરીને રોડ બનાવીએ, શાળાઓ બનાવીએ, દવાખાના બનાવીએ, જાહેરહિતના કામ કરીએ...... એક મિનિટ, આ બધુ મન્દિરના પૈસાથી થવાનુ હોય તો સરકારના પૈસાનુ શુ થશે? આપણે ટેક્ષ શા માટે ભરીએ છીએ? સોરી.
મન્દિરમા ધન ક્યાથી આવે છે એ આપણને ખબર છે પણ શા માટે આવે છે એની આપણને ભાગ્યે જ ખબર હોય છે. એક મિત્રએ કહ્યુ કે લોકહિતના કાર્યો કરવા આ ધન આવે છે. વેલ, જવાબમા દમ છે. પરંતુ લોકહિત અને જાહેર હિત વચ્ચે તફાવત છે. લોકહિતમા જાહેર હિત આવી જાય પણ જાહેરહિતમા લોકહિત ન પણ આવે. જરા વિગતે સમજીએ. આપણે ત્યા જાહેરહિત મોટેભાગે સરકારી નાણાથી થાય છે માટે એમા સરકારી નિતિનિયમોની મર્યાદા પણ છે. શાળા, દવાખાનુ, રોડ, દલિતો માટે નાણાકીય મદદ વગેરે જાહેરહિતમા આવરી લીધા પછી પણ સમાજમા એવા દુખિયારા રહી જાય છે જે સરકારી રીતે દલિત નથી. ક્યારેક સરકારી વ્યાખ્યા મુજબ દલિત કે વંચિત હોય એને પણ કેટ્લાક કામો માટે સરકારી સુવિધા ન મળે. દાખલા તરીકે, દલિતની દીકરીને સુવાવડ માટે પિયર તેડાવવા માટે દીકરીના બાપની ઇચ્છા હોય જ પણ આંતરડા અંટાઇ જાય એવી કાળી મજૂરી કરીને માંડ પોતાનુ પેટ ભરી શકતા મા-બાપ સુવાવડી દીકરીને શુ ખવડાવે? આ ઉપરાંત, જે સરકારી રીતે દલિત નથી પણ ગરીબ છે એને જ્યારે કોઇ અણધારી આફત આવે ત્યારે એ ક્યા જાય? સરકારમાથી મળવાપાત્ર નથી, બીજા પાસે માગવામા સ્વમાન ઘવાય છે. સમાજના વ્યવહારો ન સચવાય એની પીડા પણ સહન થતી નથી.....
આપણા પૂર્વજોએ આવુ કશુક અનુભવ્યુ હશે એટલે સરકારની પણ સરકાર અને રાજાનાયે રાજાનુ ઘર એટલે મન્દિર એવી વિભાવના સાથે મન્દિરમા દાનપેટી ઊભી કરી હશે. માત્ર આધ્યાત્મિક અને ચૈતસિક કારણોસર ઊભુ થયેલુ મન્દિર દાન પણ લઇ શકે એવી શરુઆત કોઇક નરબંકાએ હજારો વર્ષો પહેલા કરી હશે. કારણકે આ એ જગ્યા છે જ્યા ગ્રીબ-તવંગર બધા જ માગી શકે છે, સંકોચ વગર માગી શકે છે, મા પાસે બાળક ખાવાનુ માગે એટ્લી સહજતાથી અને એટલા જ અધિકારપૂર્વક માગી શકે છે- આ ભગવાનનુ ઘર છે. માતાનીય માતા કે બાપનાયે બાપના આ ઘરમાથી કૈં પણ માગી શકાય, લે શકાય. માગવાની શરમ ન હોય, સંકોચ ન હોય. સ્વતંત્રતાની વ્યાખ્યામા અંતર્નિહિત એવો સન્માનપૂર્વક જીવવાનો અધિકાર કમ સે કમ આ જગ્યાએ તો બકાયદા જળવાય જ. કોઇના અહેસાનમન્દ થયા વગર કોઇના ઋણી થયા વગર પણ મને જોઇતી મદદ હુ મેળવી શકુ..... બસ, આવી મદદ માટે શરુ થૈ હશે આ દાનપેટી. આ દાનપેટી પર ભગવાન સિવાય કોઇનો અધિકાર નહી. હા, ભગવાન પાસે દીકરા-દીકરી બનીને માગતા લોકોનો અધિકાર ખરો જ.
  આ માત્ર આદર્શની વાત નથી. આજે પણ, સ્વધ્યાય પરિવાર અંતર્ગત ચાલતી યોગેશ્વર ક્રુષિ જેવી પ્રવ્રુત્તિઓમા પણ આ જ સંકલ્પના છે. ગામના ખેડુતનો બળદ મરી જાય તો એ નવા બળદના પૈસા યોગેશ્વર ક્રુષિમાથી મેળવી શકે- અને એ પણ વગર વ્યાજે...કોઇ પણ જાતની અરજી-ફરજીની ઔપચરિકતા વગર એને મદદ મળી જાય અને એ માણસ પાસે જ્યારે સગવડ થાય ત્યારે એ પૈસા પાછા આપી પણ જાય. સાચા અર્થમા ગુપ્તદાનનુ ઝરણુ આમ સતત વ્હ્યા કરે અને લોકો લાભાંવિત થયા કરે. અહી પણ, માણસ ગૌરવભેર જીવી શકે અને ગૌરવભેર મદદ પણ મેળ્વી શકે એવી સરસ વ્યવસ્થા છે.
મન્દિરની દાંનપેટીની એક બીજી વિશેષતા જાણી રાખવા જેવી છે. સરકારમા પોતાની આવકનો અમુક ચોક્કસ  હિસ્સો આવક્વેરા તરીકે ભરવામા ગલ્લાતલ્લા કરનાર વ્યક્તિ પણ દાંપેટીમા ખુલ્લાદિલે દાન આપે છે. માત્ર શ્રીમંત જ આપે છે એમ નહી, ગરીબ પણ પોતાની શ્રધ્ધા મુજબ દાન આપે જ છે. કશુજ કોઇના માટે ફરજીયાત નથી તેમ છતા આપે છે. પરિણામે દાંનપેટી ખાલી થતી નથી. બીજુ કે, દરેક જણ પોતાને મળેલી સગવડ માટે ભગવાન નામના એક તત્વને શ્રેય આપે છે. તેથી, દરેક જણ કશુક માગે છે, ગરીબ હોય કે તવંગર , ભગવાન પાસે માગે છે- ધન, દોલત, શક્તિ, સંતાન, સુખ, તન્દુરસ્તી..... અને અધિકારપૂર્વક માગવા છતા એનામા માગનાર્ની નમ્રતા જળવાઇ રહે છે. આમ, ભગવાનના ઘરે એક દીકરા પાસેથી કશુક આવે છે, અને બીજો દીકરો કશુક માગે છે. દીકરાનુ સ્વમાન જળવાય એટલા માટે ભગવાન જ આપનારની ભૂમિકામા હોય છે. આમ, મન્દિરમા આવતી આવક પર માત્ર ભગવાનનો અધિકાર છે.
એવુ નથી કે માત્ર હિન્દુ ધર્મમા જ આવી વ્યવસ્થા છે. રમઝાન માસ દરમ્યાન સમ્પત્તિવાન લોકો જરુરતમન્દ લોકોને અચુકપણે મદદ કરે છે. મદદનુ પ્રમાણ પણ ધાર્મિક રીતે નક્કી થયેલુ છે. સરકારી આવકવેરો બચાવવા પોતને ત્યા ચાર્ટર્ડ એકાઉંટંટને નોકરીએ રાખનાર મુસ્લિમ બિરાદર પણ રમ્ઝાનમા પોતાની સાચી આવકનો હિસ્સો જરુરતમન્દ સુધી પહોચડે છે. અહી પણ કશુ જ કાયદાકીય રીતે ફરજીયાત નથી, તેમ છતા મદદનુ ઝરણુ વહ્યા કરે છે. અલબત્ત આ મદદ વાયા મસ્જિદ નથી જતી, સીધી જરુરતમન્દ સુધી પહોચે છે (હિન્દુ મન્દિરોમા મઠાધીશ અને ટ્રસ્ટીમન્ડળો દ્વારા ચાલતી ગોબાચારીઓમાથી બોધપાઠ લીધો હશે?!) અહી પણ માનવગરિમાનો ભંગ ન થાય તેની કાળજી લેવાય છે. જેને મદદ મળતી હોય તે પોતે એ મદદનો માલિક બને એવી ચોકસાઇ રાખવામા આવી છે. મદદ કરનાર મદદ લેનારને મદદના ઉપયોગ અંગે કશુ કહી ન શકે. આ અત્યંત સૂક્ષ્મ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ. કોઇક સાધનસમ્પન્ન મુસ્લિમ પોતાની પાડોશ્મા રહેતા ગરીબ મુસલમાનની સ્થિતિથી વાકેફ છે. એ પરિવાર માંડ પોતાનુ ગુજરાન ચલાવે છે. સાધનસમ્પન્ન વ્યક્તિને લાગે છે કે આ ભાઇને આખુ વર્ષ ચાલે તેટલુ રેશન લગભગ પચાસ હજાર રુપિયાનુ થાય જે હુ આપી શકુ એમ છુ. આ સ્થિતિમા મદદ આપનાર માણસ પેલા ગરીબને ન તો રેશન આપે કે ન તો એવી ફરજ પાડી શકે કે તુ આમાથી રેશન જ લાવી શકીશ. એણે તો માત્ર પચાસ હજાર રુપિયા આપી દેવાના. એ પચાસ હજારનો માલિક પેલો ગરીબ છે. એ ઇચ્છે એ રીતે ખર્ચ કરી શકે. કોઇક ચોખલિયા લોકો દલીલ કરી શકે કે એ પૈસા પેલો ગરીબ બિનજરુરી વસ્તુઓમા વેડ્ફી નાખે તો? જવાબ છે-"વેડફવા દેવાના". એને મળેલા પૈસાનો એ જ માલિક છે! પ્રથમ દ્રષ્ટિએ વિચિત્ર લાગતી આ વાત પેલા મદદ લેનાર ગરીબના માનવગૌરવને અખંડિત રાખવા માટેની વ્યવસ્થા છે.
ટૂંકમા, ધર્મ નામની આવી સમગ્ર વ્યવસ્થા અંતત: લોકહિત માટે જ કાર્યરત હતી. હવે, આપણા મન્દિરો, આશ્રમો, દેવાલયો પૈસાની ભૂખમા અને પોતાના જ પ્રચારમા ધૂમ ખર્ચ કરે એ વ્યવસ્થા અથવા સંચાલનની ખામી છે. ધર્મની નહી.
મૂળ વાત પર આવીએ. વાત પદ્મનાભ સ્વામી મન્દિરની સમ્પત્તિ પર કોનો અધિકાર - એ વિશેની છે. મારે એટલુ જ કહેવુ છે કે જે રાજાના પરિવારે અત્યાર સુધી આ ખજાનાને જાળવ્યો છે એ જ નક્કી કરી શકે કે આ સમ્પત્તિનુ શુ કરવુ. યાદ રહે, આ મન્દિરર્ની માલિકી એ રાજવી પરિવારની જ હતી. એ પરિવારે ઇચ્છ્યુ હોત તો આ સમ્પતિ દ્વારા એ મોટા ઉદ્યોગપતિ થઇ શક્યા હોત, સંસદ સુધી કે કેન્દ્રિય પ્રધાનમંડળ સુધી પણ પહોચી શક્યા હોત. કોઇ પણ જાતના દેખાડા વગર તેમણે પેઢી દર પેઢી આ ખજાનાનુ રક્ષણ કર્યુ છે. મને લાગે છે કે કોઇ પણ સરકારી આધિપત્ય અથવા ટ્રસ્ટી મંડળ કરતા એ પરિવારની વિશ્વસનિયતા વધુ છે. ઇતિ સિધ્ધમ....
    

1 comment:

  1. એટલે કહેતો હતો કે બ્લોગ લખો... ક્યારેય કોઈનોય આ દ્રષ્ટિકોણ વાંચવા નથી મળ્યો...

    ReplyDelete