અન્ના હજારે થકી પ્રસિધ્ધિ પામેલા પ્રશાંત ભૂષણ પર શ્રી રામ સેના અને શ્રી ભગતસિંગ ક્રાંતિ સેનાના યુવકોએ હુમલો કર્યો. પ્રશાંત ભૂષણ દ્વારા કાશ્મીર અંગે થયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લીધે હુમલો કર્યો છે એવુ ગૌરવભેર સ્વીકાર્યુ છે હુમલાખોરોએ. દેશ આખો હુમલાની નિન્દા કરી રહ્યો છે. પણ પ્રશાંત ભૂષણે કરેલી ટિપ્પણી વિશે ગન્દુ મૌન સેવાઇ રહ્યુ છે. શા માટે? તમારુ મૌન હુમલાવરોને એક ગુપ્ત પ્રોત્સાહન આપી રહ્યુ છે. એની વે, વાત તો કરવી છે કાયદો હાથમા લેવો પડે તે સ્થિતિની.
અવારનવાર વડીલો અને બૌદ્ધિકો સુફીયાણી સલાહ આપતા હોય છે કે કાયદો હાથમા ન લેવો જોઇએ. બન્ધારણીય રસ્તે શાંતિથી ઉકેલ લાવવો જોઇએ વગેરે. કાયદો કાયદાનુ કામ ન્યાયિક રીતે કરશે એવી ડાહી ડાહી સલાહો આપવામા આવે છે. ખરેખર, કાયદો ન્યાયનુ કામ કરે છે? અદાલતોમા અટવાતા કરોડો કેસ હવે ઉકલે કે ન ઉકલે એનાથી કશો જ ફર્ક નથી પડતો. જસ્ટીસ ડિલેઇડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ. એવા આદર્શને વરેલી ન્યાયપ્રણાલી એટલી વરવી છે કે ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. ગુનેગારને બચાવવાના તમામ સમ્ભવ પ્રયાસોની જાણે કે પેરવી ચાલતી હોય છે આપણી અદાલતોમા. એટલે જો કાયદો ખરેખર કાયદાનુ કામ કરતો હોત તો લોકોએ કાયદો હાથમા લેવો ન પડત. કાયદાથી માત્ર સામાન્ય માનવી જ ડરે છે, ગુનેગાર નહી. વારંવાર પકડાઇને છૂટી જતા બૂટલેગરોને સ્થાનિક લોકો મારવા લે ત્યારે જ કાયદાના રક્ષકો મેદાનમા આવી જાય છે, શા માટે?
માન્યુ કે લોકશાહી છે, પણ શુ લોકશાહીમા ગમે તેને ગમે તેવુ બોલવાનો - સોરી બકવાસ કરવાનો અધિકાર છે? આવા બફાટને ન વેઠી શકનાર, હમ્મેશા કાયદાની ચુંગાલમાથી બચી જનાર ગુનેગારને ન સહી શકનાર નાગરિક કાયદો હાથમા લેવાનુ જોખમ ઉઠાવે છે. એને પોતાને આવી મારામારી ન પણ ગમતી હોય, પરંતુ શુ કરે? રોજેરોજની પીડામાથી બચવા માટે એ પોતે જ ન્યાયતંત્ર અને પોલિસમાથી વિશ્વાસ ત્યાગીને જાતે જ સજા કરવા પ્રેરાય છે. અને, મજાની વાત એ છે કે કાયદાથી ન ડરનારા ગુનેગારો આવા લોકઆક્રોશથી ગજબના ડરે છે. અને તેથી જ પછી પોલિસરક્ષણ માગે છે, અને પોલિસ એને રક્ષણ પણ આપે છે.... વાહ રે મારા વ્હાલા દેશ... આ તે કેવી વિટમ્બણા...
ખરેખર પુન:વિચારની જરુર છે, કાયદા વિશે અને કાયદાના શાસન વિશે... ઘડીભર વિચારી લો કે જો પ્રશાંત ભૂષણ પર બારમી ઓક્ટોબરે હુમલો ન થયો હોત તો એમણે કાશ્મીર વિશે ચોવીસમી સપ્ટેમ્બરે આપેલા નિવેદન વિશે લોકોને આટલી જાણકારી મળી હોત? અન્નાની ટીમના માણસ હોવા છતા કેમ અન્ના અને બીજા લોકો એવુ કહી રહ્યા છે કે એ એમનુ વ્યક્તિગત મંતવ્ય છે? મતલબ સાફ છે, પ્રશાંત ભૂષણ અન્ના આન્દોલનના ટેકેદાર તરીકે ભલે ફીટ હોય, કાશ્મીર સમસ્યા વિશે એમની સમજણ હજી પક્વ નથી. અથવા તો દાનત સાફ નથી. એમનુ નિવેદન ઉકેલ નથી દર્શાવતુ, પરિણામ દર્શાવે છે. અને એ પરિણામ એટલે કાશ્મીર મુદ્દે ભારતની શરણાગતિ. આતંકવાદીઓ અને પાકિસ્તાનની પણ એ જ માગણી છે. એક ભારતીય તરીકે નહી, આખા ઉપખંડ્ના નાગરિક તરીકે પણ એ માગણી સ્વીકારી શકાય એવી નથી. પાકિસ્તાન જેવા અપરિપક્વ દેશને કાશ્મીર સોપી દેવુ એટલે ચીન અને અમેરિકા એમ બેઉ તરફથી ભારતે સતત માર ખાતા રહેવુ.... વ્યક્તિગત માનવાધિકરો રાષ્ટ્રહિત કે સમષ્ટિના વિરોધી હોય તો એવા અધિકોરોની તરફેણ ન હોય. અંતત: એ સ્થાનિક લોકોના જ હિતમા હશે. કાશ્મીર સ્વતંત્ર થઇ જાય તો પાકિસ્તાનના શાસન હેઠળ આવે, એટલે ચીન પણ ચંચુપાત કરે. અને માનવાધિકારોનુ રક્ષણ ભારતીય શાસનમા થાય, ચીન કે પાકિસ્તાનમા નહી.
કાનૂન વ્યવસ્થા વિશે પરમ્પરાગત ભારતીય પ્રણાલી વિશે ક્યારેક ફરીથી વાત કરીશુ. એની પણ ખૂબ જ ટીકા થઇ રહી છે... ખરેખર એ પંચ કે પંચાયત દ્વારા થતો ન્યાય એટલો ખરાબ છે? ચર્ચા કરીશુ, દરમિયાનમા તમારી કોમેંટ્સ પણ આવકાર્ય છે.

dangerous thoght sir...
ReplyDeleteI m speechless..
સીધી વાત છે. મુંબઈની લોકલ ટ્રેનનો ડ્રાઈવર પોતાની કેબીનમાં મીત્રો સગાવહાલાને લઈ જવા દે. વતો કરે કે મોબાઈલ પર વાતો કરે અને દર ચાર મીનીટે પ્લેટફોર્મ પર આવતી ગાડી ૨-૪ મીનીટ ગાડી મોડી પડે એટલે મુસાફરો ગુસ્સો કાઢે ડ્રાઈવર ઉપર.
ReplyDeleteલોકશાહીની પદ્ધતીમાં મત આપવું પડે અને પ્રતીનીધીઓ પંચાયત, નગરપાલીકા, વીધાનસભા કે સંસદમાં કાયદાઓ બને. હવે આ અન્ના હજારે કહે કે આમ કાયદો બનાવો એ ક્યાંનો ન્યાય?