આજે ગાંધી જયંતિ નિમિત્તે શરૂ થયેલ આ બ્લોગ આજના દિવસ માટે એટલે કે ગાંધી સંદર્ભે મનને કેટલાક વિચારો-કુવિચારોથી ઘેરી લે છે. સદીના મહામાનવ તરીકે પ્રતિષ્ઠિત થયેલ આ મહાત્મા માટે દેશ તરીકે આપણે લાયક છીએ ખરા ? મારો કહેવાનો મતલબ એ છે કે ૧૮૬૯ ની બીજી ઓક્ટોબર થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધીમાં ગાંધી જેટલું વિકસ્યા એટલો વિકાસ પછીના છ દાયકામાં આપણે કર્યો ખરો? જાતને પૂછવા જેવું છે !
સ્વંતત્ર ભારતના આગેવાનો ખરેખર ભારતના આગેવાનો છે કે પછી કોઈ જાતી, સમુદાય, ધર્મ કે પ્રદેશના આગેવાનો છે? સાવરકર, ઝીણા, આંબેડકર થી શરૂ કરીને ઠાકરે, ઈમામ બુખારી,કાશીરામ- માયાવતી વગેરેને એમના કાર્યો થકી તપાસતા માલુમ પડશે કે આ દલીલમાં કેટલો દમ છે !
સ્વંતત્ર ભારતના આગેવાનો ખરેખર ભારતના આગેવાનો છે કે પછી કોઈ જાતી, સમુદાય, ધર્મ કે પ્રદેશના આગેવાનો છે? સાવરકર, ઝીણા, આંબેડકર થી શરૂ કરીને ઠાકરે, ઈમામ બુખારી,કાશીરામ- માયાવતી વગેરેને એમના કાર્યો થકી તપાસતા માલુમ પડશે કે આ દલીલમાં કેટલો દમ છે !
અત્યારના સમયમાં ગાંધી વિષે મોટા પાયે થઇ રહેલ ટીકાઓ સંદર્ભે બૃહદ પરિપ્રેક્ષ્યને સ્પર્શતા કેટલાક પ્રશ્નો આ રહ્યા......
- ભારતમાં હિંદુ-મુસ્લિમ સમસ્યા ગાંધીજીને કારણે વધારે વકરી છે? એટલેકે ગાંધીજીએ મુસ્લિમોને ચઢાવી માર્યા છે?
- દેશના ભાગલા માટે ગાંધી કેટલાં જવાબદાર?
- ગાંધીજીની હત્યા એમના પાકિસ્તાન પ્રેમ માટે થઇ હતી?
- દલિતોને વધુ પડતા ચઢાવી મારીને ગાંધીએ દેશને નુકસાન કર્યુ છે?
- દલિતોના નેતા કોણ ? - આંબેડકર કે ગાંધીજી?
- આંબેડકર અને ગાંધીજી પરસ્પર વિરોધી છે?
- સરદારને વડાપ્રધાન બનાવી ગાંધીએ દેશને નુકશાન કર્યુ છે?
- ગાંધીજી પ્રગતિના વિરોધી છે?
કોંગ્રેસ, ભાજપ,સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અથવા ધર્મ અને નિશ્ચિત સમુદાયની ઓળખથી ઓળખાતા આપણે સૌ ભારતીય તરીકે ઉપરના પ્રશ્નો વિષે વિચારીએ અને ચર્ચા કરીએ એ આજના દિવસે ગાંધીને આપેલી સાચી શ્રધ્ધાંજલિ ગણાશે !
આપના વિચારો કોમેન્ટમાં દર્શાવો તેવી વિનંતિ....
Ji Ha Bharatni Barbadi karva ma Gandhi ane Jawahar sathe tena bhai jinna chhe.
ReplyDeleteBharat India na banyu hot yane swatantrata na magi hot to Aaj vadhare sari sthiti joi shakat.
ReplyDelete