Monday, 31 October 2011

સરદાર એટલે સરદાર એટલે સરદાર

31 ઓક્ટોબર સરદારનો જન્મદિવસ... ભાગ્યે જ કોઇને ખબર હશે કે સરદારનો આ ખોટો જન્મદિવસ છે!! શાળામા જ્યારે પહેલવહેલી જન્મદિવસની જરુર ઉભી થઇ ત્યા સુધી સરદારને પણ ખબર ન હતી કે મારો જન્મદિવસ કયો છે! જ્યારે ફોર્મ ભરવા માટે શિક્ષકે પૂછ્યુ ત્યારે મનમા જે તારીખ આવી તે કહી દીધી...! સરદારને જ સૂઝે એવુ હાજરજવાબીપણુ આજીવન ચાલ્યુ. આજે પણ આપણે એ જ તારીખ ઉજવીએ છીએ!
જાણીને આંચકો લાગે એવી વાત છે પણ સત્ય એ છે કે સરદારના જન્મ અંગે કોઇ જ નોન્ધ નથી. એમના પરિવારે પણ બાકીના ભાઇબહેનોની વિગત રાખી છે, વલ્લભની નહી.!! એમની સાથે અન્યાય જાણે કે જન્મથી જ શરુ થઇ ગયેલો. 

સરદારના મોટાભાઇ એટલે કે વિઠ્ઠલભાઇ પટેલ સાત વર્ષના હતા અને શાળામા દાખલ થઇ ગયેલા પણ સરદારને નવ વરસ સુધી શાળા નસીબ નહોતી થઇ!! નવ વરસ પછી શાળામા દાખલ થનાર આ બાળક સાથે થયેલો આ અન્યાય કોણે કર્યો હશે?

સરદાર પટેલ જે સમાજમાથી આવે છે તે સમાજમા છ ગામનો ગોળ સૌથી વધુ મોભાદાર ગણાતો.. કરમસદ, સોજિત્રા, નડિયાદ, ધર્મજ, વસો, અને................. મતલબ કે આ પાંચ ગામમા જ લગ્ન થઇ જવા એ પ્રતિષ્ઠિત ગણાતુ. પરંતુ સરદારના લગ્ન ગણા નામના ગામમા થયેલા! કરમસદ સિવાયના પાંચ ગામમા આ મૂરતિયાને પોંખનાર કોઇ નહોતુ... વાહ રે ઇતિહાસ વાહ.... જે જિલ્લાની આગેવાની કરવા માટે ગાન્ધીજીએ પોતાની હજારો કાર્યકરોની ફોજ્માથી સરદારની પસન્દગી કરેલી એ જિલ્લાના આ વટવાળા પાંચ ગામોએ એમને કન્યા ન આપી!?!

સરદાર અને ગાન્ધીજી
કેટલાક લોકો ઘણીવાર વાત કરે છે કે સરદારને વડાપ્રધાન ન બનાવીને ગાન્ધીજીએ સરદારને અન્યાય કર્યો. એટલુ જ નહી, આ દેશના પ્રથમ વડાપ્રધાન સરદાર બન્યા હોત તો કાશ્મીર સહિત ઘણી સમસ્યાઓ દેશને નડી ન હોત. સંભવ છે. ઇતિહાસે આ દેશ સાથે કરેલી ક્રુર મશ્કરીઓની સંખ્યા માની ન શકાય એટલી બધી છે. 
ઇતિહાસના અટ્ટહાસ્ય આગળ આપણે સૌ લાચાર હોઇએ છીએ. ગુલામ ભારતના આગેવાનો અને સરકાર પોતે પણ સરદારને મુસ્લિમ વિરોધી ચિતરવામા સફળ થયેલા.  આઝાદ ભારતના હિન્દુ સંગઠનો પણ એ જ માળા જપ્યા કરે છે. હકીકત એ છે કે સરદાર સાચા સેક્યુલર હતા. પણ સરદારની આવી છાપ દેશના વડાપ્રધાન બનવામા આડે આવી હોઇ શકે. ગાન્ધીજીએ સરદારને બદલે નહેરુ પર પસન્દગી ઢોળી એ માટેના પણ કારણો હશે જ જેમ કે:
દેશનુ યુવાધન્ નહેરુના અત્યંત પ્રભાવમા હતુ.
સરદાર ઉમ્મરલાયક પણ હતા તથા બીમાર પણ હતા. સરદાર અને નહેરુ તેમજ ગાન્ધીજીને નીકટથી ઓળખતા લોકોને સૌથી અગત્યનુ કારણ એ જ લાગે છે કે સરદાર લામ્બુ જીવશે એવી આશા નહોતી અને દેશને શાસનની સ્થિરતાની સૌથી વધુ જરુર હતી.
સરદાર કરતા નહેરુની આંતરરાષ્ટ્રીય ઓળખાણ વધુ હતી અને દેશને એ વખતે બીજા દેશોની મદદની પણ જરુર હતી. જો કે નહેરુ પોતે પણ પ્રામાણિકપણે માનતા કે સરદાર આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિચારી શકતા નથી. દેશના અન્ય આગેવાનો પણ આમ જ માનતા. અલબત્ત વિશ્વયુદ્ધ વખતે સરદારની આગાહીઓ જ વધુ સાચી પડેલી! સરદારને આંતરરાષ્ટ્રીય કક્ષાની પૂરતી સમજણ હતી પરંતુ આ અંગે તેઓ નહેરુની જેમ વાતવાતમા વિદેશના સન્દર્ભોનો ઉલ્લેખ ન કરતા.
નહેરુ ભક્તોને ન રુચે એવુ એક કારણ એ પણ હોઇ શકે કે ગાન્ધીજી અને સમગ્ર દેશ એ વખતે કોંગ્રેસની એકતા ઇચ્છતો હતો. જો નહેરુ વડાપ્રધાન ન બને તો શક્ય છે એ કોંગ્રેસ છોડીને કોએ નવો પક્ષ સ્થાપી શકે એવી ધાસ્તી હતી. સરદારની વફાદારી નિ:શંક હતી. ગાન્ધીજીના સૌથી વફાદાર સાથી સરદાર જ હતા. એટલે સરદાર ગાન્ધીજીનો પડ્યો બોલ ઉઠાવી લઇને નાયબ વડાપ્રધાન બની ગયા... આ જ કામ નહેરુ ન જ કરી શક્યા હોત.. નહેરુએ ગાન્ધીજીનો વિરોધ ઘણીવાર કર્યો છે. સુભાષચન્દ્ર બોઝ સાથે રહીને શરુઆતમા નહેરુ કોંગ્રેસને અનુકૂળ ન હોય તેવુ વર્ત્યા જ હતા. ટૂંકમા, સરદાર કોએપણ પદ ઉપર રહીને આઝાદ ભારતમા વિધાયક ભૂમિકા કરી શકશે  પરંતુ નહેરુ વડાપ્રધાન સિવાયની કોઇપણ ભૂમિકા સકારાત્મક રીતે ન કરી શક્યા હોત એ વાતની ખાતરી ગાન્ધીજી સહિત લગભગ તમામ કોંગ્રેસીઓને હતી.
ઘડીભર માની લો કે સરદાર વડાપ્રધાન બન્યા હોત તો શુ થાત? નહેરુ નાયબ વડાપ્રધાન બન્યા હોત અને ગ્રુહપ્રધાન પણ બન્યા હોત.. મતલબ કે દેશી રજવાડાના વિલીનીકરણનો મુદ્દો એમની પાસે હોત..! શુ નહેરુ હૈદરાબાદ અને જુનાગઢ જેવી સમસ્યાઓ ઉકેલી શક્યા હોત? અત્યારે એક જ કાશ્મીર છે, કારણ કે એ એકમાત્ર રાજ્યની જવાબદારી નહેરુએ લીધેલી. જો તમામ 566 રજવાડા નહેરુને હવાલે હોત તો શુ થાત? શક્ય છે , આપણે આખુ ભારત જોઇ જ ન શક્યા હોત.. આ રીતે વિચાર કરતા એવુ લાગે કે  આ ઇતિહાસના આશીર્વાદ પણ હોય!!!!

સરદારના જન્મદિવસે મૂકવા ધારેલી આ પોસ્ટ એક દિવસ પછી મૂકાઇ રહી છે.. એ પણ આ મહાન નેતાને મે કરેલો અન્યાય જ ગણાય ને????

Tuesday, 18 October 2011

શાસન: કાયદાનુ કે ધર્મનુ?

લોકશાહી દેશમા શાસન બન્ધારણનુ એટલે કે કાયદાનુ જ હોય એવુ આપણને શીખવવામા આવ્યુ છે. આપણે પણ "પઢો રે પોપટ રાજા રામના..."ની જેમ એમ જ શીખવીએ છીએ અને કહેતા રહીએ છીએ... શાસન વિશે કેટલાક મૂળભૂત સવાલો પૂછવા જેવા છે... ખાસ કરીને અત્યારના એવા સમયમા જ્યારે કાયદાના શાસન હેઠળ ન્યાય મેળવવા ઝંખનાર બે-ત્રણ દાયકા સુધી અદાલતોના ધક્કા ખાઇ ખાઇને મરી જાય છે.. અને અદાલત ન્યાય આપી શકતી નથી...
જો કાયદો, અદાલત, પોલીસ વગેરે રક્ષણ અથવા અપેક્ષિત ન્યાય આપી શકતા હોત તો પછી લોકો ગુંડાઓ પાસે રક્ષણ માગવા શા માટે જાત??  ક્યાક કશુક મૂળમાથી જ ખોટુ હોય એવુ સતત લાગ્યા કરે છે....

પશ્ચિમિ દેશોની તુલનામા પૂર્વની પ્રજા માટે કાયદાનુ શાસન કેટલુ અસરકારક છે એ એક સ્વતંત્ર તપાસનો વિષય છે. પણ હા, અમેરિકા, કેનેડા, ઇંગ્લેંડ્મા વસતા ભારતીયોની વાતો સામ્ભળતા એવુ લાગે કે એ પ્રજા કાયદાને સખત માન આપનારી છે. અથવા તો કાયદાથી ડરવુ જ પડે એવી જડબેસલાક વ્યવસ્થા ત્યા છે. ટ્રાફિક પોલીસને પચાસની નોટ પકડાવીને વગર લાયસંસે ડ્રાઇવિંગ કરનારા આપણે શુ ધૂળ કાયદાનુ પાલન કરી શકીએ? સરેઆમ દારુ પીનાર અને વેચનાર પણ પોલીસ દ્વારા જ સુરક્ષિત છે આપણે ત્યા, કારણ કે સુરક્ષાનો હપ્તો નિયમિત મળી જાય છે પોલીસને.... ઇન્દિરા ગાન્ધીની હત્યા ધોળે દિવસે અનેક લોકોની હાજરીમા થઇ હતી. એમ છતા એમના હત્યારાને સજા થવામા આ દેશના નાગરિક તરીકે માથુ શરમથી ઝૂકી જાય એટલો વિલમ્બ થાય છે... ન્યાય.. માય ફૂટ... આવી તે કેવી લોકશાહી, કેવુ ન્યાયતંત્ર? આવુ જ કસાબનુ... શક્ય છે કસાબ 60-65 વર્ષ જીવી જાય અને શરીરમા વધી ગયેલા કોલેસ્ટેરોલથી જ એનુ કુદરતી મોત થાય...!!
પરમ્પરાગત ભારતીય સમાજમાં ન્યાય અને શાસન માટે કાયદાને નહી, ધર્મને આધાર માનવામા આવતો... સમ્ભવ છે... સતીપ્રથા જેવા રિવાજો પણ એમા હતા જ... પણ એ તો કાળક્રમે સુધરી પણ શકે જ ને? મારા મનમા અત્યારે બે બાબતો આવી રહી છે... એક તો ધર્મ સાથે જોડાયેલ ન્યાય અને બીજો સમાજ સાથે જોડાયેલ ન્યાય. આજે માત્ર ધર્મ સાથે જોડાયેલ ન્યાય અને શાસનની વાત કરીએ.
ધર્મ સાથે જોડાયેલ ન્યાય
પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ગમે તેવો મોટો ગુનેગાર પણ પૈસાનાં જોરે છૂટી શકે છે અથવા પોતાને મળનારી સજાને એ વિલંબમાં નાખી શકે છે. એટલું જ નહિ, અદાલતમાં કે પોલીસ થાણામાં બેસીને શરાબ પી શકે, પોલીસની હાજરીમાં પણ ગમે તેવું વર્તન કરી શકે એવા હજારો ગુનેગારો આ દેશમાં છે જ. પરંતુ આ જ ગુનેગાર દારુ પીને મંદિરમાં નથી જતો. મંદિરમાં જઈને એ ખરાબ રીતે નથી વર્તાતો... મતલબ કે ગાળ કે અપશબ્દો નથી બોલતો. શા માટે? એણે કદી નથી જોયા એવા ભગવાન નામના તત્વથી એ આટલો બધો ડરે છે શું કામ?
પોતાના સ્વજનના મોટા પાછળ પંખીઓને ચણ અથવા ગાયોને દાણની ખેરાત કરતી વ્યક્તિ પોતાના પ્રકૃતિપ્રેમને લીધે એમ નથી કરતી, મૃતકને સ્વર્ગ મળે એ માટેની આ મથામણ છે. બને ત્યાં સુધી કંઈ જ ખોટું ના કરનાર, મોટેભાગે પવિત્ર જીવન જીવનાર વ્યક્તિ પણ કશું જ ખોટું નથી કરતી એ એટલા માટે નહિ કે એ ગેરકાયદેસર છે , પરંતુ એટલા માટે કે એ પાપ છે. ગેરકાયદેસર હોવું અને પાપ હોવું એ બે બાબતો જુદી છે. બંધારણની વિરુદ્ધ હોય તે ગેરકાયદેસર અથવા ગુનો કહેવાય અને ધાર્મિક રીતે જે વર્જ્ય છે તે પાપ ગણાય. કેટલીકવાર તો આ બંને પરસ્પર વિરોધી પણ હોઇ શકે. દાખલા તરીકે, સ્ત્રી સમાનતાની પક્ષધર મહિલા માસિક ધર્મ વખતે મંદિરમાં જવાનું ટાળે છે. કાયદાકીય રીતે કઈ જ ખોટું ના હોવા છતાં એ પાપમાં પડવા નથી માગતી. ટૂકમાં આપણા લોકોને એવી પાકી ખબર છે કે કાયદામાં છટકબારીઓ છે, ધર્મમાં સજા જ છે. આ જન્મે નહિ તો આવતા જન્મે પણ સજા ભોગવવી જ પડશે. અને આ કારણે માણસ ખોટું કરતા ડરે છે. પોલીસ સ્ટેશનમાં ઉભા ઉભા દારુ પી શકનાર માણસ અદાલતમાંથી નિર્દોષ છૂટી જાય છે. પરંતુ એ જ માણસ દારૂ પીધેલો હોય ત્યારે મંદિરમાં જવાનું ટાળે છે! શાસન અથવા સરકાર અથવા કાયદા મુજબ અમુક ચોક્કસ રકમ જમા કરાવવામાં ઠાગાઠૈયા કરનાર મંદિરમાં ચડાવવાના પ્રસાદમાંથી કશું જ ઓછું નથી કરતો! પૂરવાની દુનિયાનો સામાન્ય માણસ ભગવાનથી ડરે છે, કાયદાથી નહીં. આ માણસ સમજે છે કે ધર્મનો કાયદો ભગવાને બનાવ્યો છે જયારે અદાલતનો કાયદો માણસે બનાવ્યો છે. માણસે બનાવેલા કાયદાને તોડવામાં એને જરા પણ સન્કોચ નથી , ભગવાનના બનાવેલા કાયદાને તોડતા એનો જીવ ચાલતો નથી.
પૂર્વના આવા God Fearing લોકો માટે આપણે પશ્ચિમના કાયદા લઇ આવ્યા. પરિણામ આપણી સામે છે. ભગવાનના ડરથી ભલે હોય, પણ  પ્રકૃતિ અને સમષ્ટિના હિતમાં જ જીવનારી આ માનવજાતને આપણે શિક્ષણના નામે એવું શીખવ્યુ કે એ પ્રકૃતિનો વિનાશ કરતો થયો. ગંગા પવિત્ર છે, નદી માતા છે, એમ સમજનાર ઇન્સાનને ગમાર સમજીને ભણાવવામાં આવ્યું કે છેવટે તો પાણી એટલે H2O... બસ, એના માટે ગંગા પણ H2O બની ગઈ અને એના મનમાંથી ધાર્મિક ડર દૂર થઇ ગયો. પરિણામ એ કે ગંગા ગટર જેવી ગંદી થઇ ગઈ !! ખરેખર ગમાર કોણ હતું, શીખનાર કે શીખવનાર??!! આવા તો કઈ કેટલાય ઉદાહરણ છે જે આપણને એટલે કે પોતાની જાતને ભણેલી ગણનારાને જ ગમાર સાબિત કરે છે. !! અસ્તુ.

Sunday, 16 October 2011

Just laughter

1. Ek Aadami Sharaab Pee Pee ke mar gayaa. Lekin usaki Daru ke pratee nishtha to dekho...marte marte kaheta hai, " sharab to thik hee thee, saala mera liver hi kamzor tha.."

2. Man asked the God,"God, why do you make the woman so beautiful?" God replied, "so you can love her". Man again asked, "but why then you make her so stupid?" God replied, "So she can love you!"

3. Karasankaka e potana New York maa raheta deekara chhagan ne phone karyo. "Hello.. chhagan chhe?" Deekara ni wife boli, "Na, e to BATH ma chhe.." Bapa Bolya, "Ghadik chhuto karo ne, mare teni saathe vaat karavi chhe..."

4. Man- "where do you want to go for our anniversary?
    Wife-"Somewhere I have never been"
   Man-"How about the kitchen, honey?"

5. Bapu harroj Ghode pe baithake college jaate they... Aisa  3-4 saal chala. Ex din Bapu akele college aaye. Kisine puchha, "bapu Ghoda kahan gaya?. "Woh to graduate ho gayaa.." bapu bole.

Thursday, 13 October 2011

કાયદો હાથમા કેમ લેવો પડે છે?

અન્ના હજારે થકી પ્રસિધ્ધિ પામેલા પ્રશાંત ભૂષણ પર શ્રી રામ સેના અને શ્રી ભગતસિંગ ક્રાંતિ સેનાના યુવકોએ હુમલો કર્યો.  પ્રશાંત ભૂષણ દ્વારા કાશ્મીર અંગે થયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લીધે હુમલો કર્યો છે એવુ ગૌરવભેર સ્વીકાર્યુ છે હુમલાખોરોએ. દેશ આખો હુમલાની નિન્દા કરી રહ્યો છે. પણ પ્રશાંત ભૂષણે કરેલી ટિપ્પણી વિશે ગન્દુ મૌન સેવાઇ રહ્યુ છે. શા માટે? તમારુ મૌન હુમલાવરોને એક ગુપ્ત પ્રોત્સાહન આપી રહ્યુ છે. એની વે, વાત તો કરવી છે કાયદો હાથમા લેવો પડે તે સ્થિતિની.
અવારનવાર વડીલો અને બૌદ્ધિકો સુફીયાણી સલાહ આપતા હોય છે કે કાયદો હાથમા ન લેવો જોઇએ. બન્ધારણીય રસ્તે શાંતિથી ઉકેલ લાવવો જોઇએ વગેરે. કાયદો કાયદાનુ કામ ન્યાયિક રીતે કરશે એવી ડાહી ડાહી સલાહો આપવામા આવે છે. ખરેખર, કાયદો ન્યાયનુ કામ કરે છે? અદાલતોમા અટવાતા કરોડો કેસ હવે ઉકલે કે ન ઉકલે એનાથી કશો જ ફર્ક નથી પડતો. જસ્ટીસ ડિલેઇડ ઇઝ જસ્ટીસ ડિનાઇડ. એવા આદર્શને વરેલી ન્યાયપ્રણાલી એટલી વરવી છે કે ઝડપથી ન્યાય મળે એ શક્ય જ નથી. ગુનેગારને બચાવવાના તમામ સમ્ભવ પ્રયાસોની જાણે કે પેરવી ચાલતી હોય છે આપણી અદાલતોમા. એટલે જો કાયદો ખરેખર કાયદાનુ કામ કરતો હોત તો લોકોએ કાયદો હાથમા લેવો ન પડત. કાયદાથી માત્ર સામાન્ય માનવી જ ડરે છે, ગુનેગાર નહી. વારંવાર પકડાઇને છૂટી જતા બૂટલેગરોને સ્થાનિક લોકો મારવા લે ત્યારે જ કાયદાના રક્ષકો મેદાનમા આવી જાય છે, શા માટે?
માન્યુ કે લોકશાહી છે, પણ શુ લોકશાહીમા ગમે તેને ગમે તેવુ બોલવાનો - સોરી બકવાસ કરવાનો અધિકાર છે? આવા બફાટને ન વેઠી શકનાર, હમ્મેશા કાયદાની ચુંગાલમાથી બચી જનાર ગુનેગારને ન સહી શકનાર નાગરિક કાયદો હાથમા લેવાનુ જોખમ ઉઠાવે છે. એને પોતાને આવી મારામારી ન પણ ગમતી હોય, પરંતુ શુ કરે? રોજેરોજની પીડામાથી બચવા માટે એ પોતે જ ન્યાયતંત્ર અને પોલિસમાથી વિશ્વાસ ત્યાગીને જાતે જ સજા કરવા પ્રેરાય છે. અને, મજાની વાત એ છે કે કાયદાથી ન ડરનારા ગુનેગારો આવા લોકઆક્રોશથી ગજબના ડરે છે. અને તેથી જ પછી પોલિસરક્ષણ માગે છે, અને પોલિસ એને રક્ષણ પણ આપે છે.... વાહ રે મારા વ્હાલા દેશ... આ તે કેવી વિટમ્બણા...
ખરેખર પુન:વિચારની જરુર છે, કાયદા વિશે અને કાયદાના શાસન વિશે... ઘડીભર વિચારી લો કે જો પ્રશાંત ભૂષણ પર બારમી ઓક્ટોબરે હુમલો ન થયો હોત તો એમણે કાશ્મીર વિશે ચોવીસમી સપ્ટેમ્બરે આપેલા નિવેદન વિશે લોકોને આટલી જાણકારી મળી હોત? અન્નાની ટીમના માણસ હોવા છતા કેમ અન્ના અને બીજા લોકો એવુ કહી રહ્યા છે કે એ એમનુ વ્યક્તિગત મંતવ્ય છે? મતલબ સાફ છે, પ્રશાંત ભૂષણ અન્ના આન્દોલનના ટેકેદાર તરીકે ભલે ફીટ હોય, કાશ્મીર સમસ્યા વિશે એમની સમજણ હજી પક્વ નથી. અથવા તો દાનત સાફ નથી. એમનુ નિવેદન ઉકેલ નથી દર્શાવતુ, પરિણામ દર્શાવે છે. અને એ પરિણામ એટલે કાશ્મીર મુદ્દે ભારતની શરણાગતિ. આતંકવાદીઓ અને પાકિસ્તાનની પણ એ જ માગણી છે.  એક ભારતીય તરીકે નહી, આખા ઉપખંડ્ના નાગરિક તરીકે પણ એ માગણી સ્વીકારી શકાય એવી નથી. પાકિસ્તાન જેવા અપરિપક્વ દેશને કાશ્મીર સોપી દેવુ એટલે ચીન અને અમેરિકા એમ બેઉ તરફથી ભારતે સતત માર ખાતા રહેવુ.... વ્યક્તિગત માનવાધિકરો રાષ્ટ્રહિત કે સમષ્ટિના વિરોધી હોય તો એવા અધિકોરોની તરફેણ ન હોય. અંતત: એ  સ્થાનિક લોકોના જ હિતમા હશે. કાશ્મીર સ્વતંત્ર થઇ જાય તો પાકિસ્તાનના શાસન હેઠળ આવે, એટલે ચીન પણ ચંચુપાત કરે. અને માનવાધિકારોનુ રક્ષણ ભારતીય શાસનમા થાય, ચીન કે પાકિસ્તાનમા નહી.
કાનૂન વ્યવસ્થા વિશે પરમ્પરાગત ભારતીય પ્રણાલી વિશે ક્યારેક ફરીથી વાત કરીશુ. એની પણ ખૂબ જ ટીકા થઇ રહી છે... ખરેખર એ પંચ કે પંચાયત દ્વારા થતો ન્યાય એટલો ખરાબ છે? ચર્ચા કરીશુ, દરમિયાનમા તમારી કોમેંટ્સ પણ આવકાર્ય છે.  

Wednesday, 12 October 2011

એક કવિતા

હવે ન આવશે સરસ્વતી અહી ફરીફરી,
ન માગશે કશુય કોઇ શિષ્ય પણ લળી લળી.
હવે અહી ભૂકંપ ને અજંપ સર્વ વ્યાપશે;
અને અહી ગુરુ સમસ્ત ફક્ત શ્રાપ આપશે.
સમસ્ત વિશ્વ ત્રસ્ત-ત્રસ્ત,અસ્તવ્યસ્ત થઇ જશે;
પ્રતાંડવિત શિવનો પ્રચંડ કોપ વ્યાપશે.
તમે જ,
તમે જ હે નરાધમો, તમે જ ભ્રષ્ટ સાક્ષરો;
તમે જ ખુરશી ભૂખ્યા, ગલીચ દ્રોણવંશજો.
અમોલ એકલવ્યના અંગુષ્ઠ કાપીકાપીને,
મહાન શ્વેતવસ્ત્રિણી કુમારિકા પરે, અરે!
મલિન રાજનિતીનુ હજીય રક્ત છાંટશો?

હજીય છે ક્ષણો, રીઝી શકે હજીય શારદા,
પરંતુ છે યકી મને, ન વાત મારી માનશો!

જગજીતસિંગ- ગઝલનો રેશમી અવાજ્

જગજીતસિંગના અવસાનના સમાચાર ગઝલચાહકો માટે અત્યંત આઘાતજનક છે. આ ગજાનો ગઝલગાયક હવે ક્યાથી આવશે? ગઝલની ગાયકીને જે માસૂમિયત જોઇએ, જે દર્દ જોઇએ, જે સંવેદન જોઇએ... એ બધુ જ હતુ આ વિરમી ગયેલા અવાજમા....
"યે કાગજકી કશ્તી યે બારિસકા પાની" એમને સાંભળવા શરુ કર્યા... વચ્ચે માઇલસ્ટોન જેવા મૂકામ આવતા રહ્યા... ગાલિબ (હમણા જ ગુજરાતી કવિ શોભિત દેસાઇએ ક્યાક લખેલુ વાચવામા આવ્યુ કે ગાલિબનો સાચો ઉચ્ચાર ઘાલિબ છે, ગાલિબ નહી!) હા, તો ગાલિબને આપણા સુધી પહોચાડવામા જગજીતસિંગનો ઘણો મોટો ફાળો છે....
"એક બ્રાહ્મનને કહા હૈ કિ યે સાલ અચ્છા હૈ" જેવી નજમને પણ બખૂબી ગાઇ શકવાની ત્રેવડ હવે ક્યાથી લાવીશુ? "આંખોમે નમી, હંસી લબો પર; ક્યા હાલ હૈ ક્યા દિખા રહે હો..."જેવી નાજુક ક્ષણોને સ્વર આપનાર કે પછી "જબ કભી તેરા નામ લેતે હૈ, દિલ સે હમ ઇંતકામ લેતે હૈ.." જેવી ખાનાબદોશ ક્ષણોને જેમની તેમ આપણા દિલ સુધી પહોચાડ્નાર આપણી વચ્ચે હવે નથી એવુ આ દિલ કેવી રીતે માને? "પ્યાર કા પહેલા ખત લિખને મે વક્ત તો લગતા હૈ, નયે પરિન્દો કો ઉડને મે વક્ત તો લગતા હૈ" ગાનાર પ્રેમાભિલાષીની મૂંઝવણ આપણા સુધી પહોચાડવા માટે આ કલાકારે કેટલી મહેનત કરી હશે? "આકાશ કા સૂનાપન મેરે તન્હા દિલ મે, પાયલ છનકાતી તુમ આ જાઓ જીવન મે, સાંસે દેકર અપની , સંગીત અમર કર દો" લખનાર કવિને કદાચ ખબર પણ નહી હોય કે 'સાંસ'નો અહેસાસ પણ આ ફનકાર કરાવશે. "રોતે બચ્ચો કી તસલ્લી કે લિયે, માને ફિર પાની પકાયા દેર તક" સાંભળતી વખતે આપણી આંખો ભિંજાય છે કારણ કે ગાનારે પણ પોતના અવાજમા પોતાના આંસુની ભીનાશ ભરી છે. આમ, રડાવીને પણ ખુશ કરનાર ગાયક આજે રડાવીને બસ રડાવ્યા જ કરે છે. અને આજે એ એવુ કહેવાની સ્થિતિમા તો નથી જ કે "મુજ કો યારો માફ કરના, મૈ નશે મે હૂ" હરગિજ નહી, કરોડો ગઝલપ્રેમીઓને વગર નશાની બેહોશી પીવડાવીને જગજિતસિંગજી તમે મૌનના મહાસાગરમા સરકી ગયા છો. હા, અત્યારે કહેવાની ઇચ્છા ચોક્કસ થાય છે કે "જાતે જાતે વો મુઝે અચ્છી નિશાની દે ગયા, ઉમ્રભર દોહરાઉંગા ઐસી કહાની દે ગયા''. કેટકેટલા ગઝલકારો તમારા સ્વર વગરના થઇ ગયા? જાવેદ અખ્તર હવે નહી લખે કે "મુજકો યકી હૈ સચ કહતી થી જો ભી અમ્મી કહતી થી, જબ મેરે બચપન કે દિન થે ચાન્દ પે પરિયો રહેતી થી" ગુલઝાર માટે બીજુ 'મરાસિમ' લખવુ કેટલુ મુશ્કેલ હશે? નિદા ફાઝલી જ્યારે ગઝલ લખતા હશે ત્યારે પણ જાણે કે વિચારીને લખતા કે આ રચના તો જગજીત્સિંગ જ ગાશે. તમે જ ગાઇ શકો એવી રચના લખવા પ્રેરાતા ઊર્મિકવિઓની પીડા કદાચ તમારા સુધી પહોચી નથી, જગજીત્સિંગજી.... અથવા તો તમને અમારી વચ્ચેથી અકાળે ઉપાડી જનાર ભગવાન સુધી નથી પહોચી. કે પછી તમે વિવેક્ને મળવા ઉતાવળા થયા? કોણ જાણે, પણ તમારુ આમ ચાલ્યા જવુ જસ્ટીફાય નથી થતુ. શક્ય છે, સ્વર્ગના દેવતાઓ શાસ્ત્રીય સંગીતમા ગવાતી સ્તુતિઓ અને શ્લોકોથી થાકી ગયા હોય અને તમારા કંઠે ગઝલ સાંભળવા ઇચ્છતા હોય....જો એમ જ હોય તો સ્વર્ગના એ સઘળા દેવોને એટલુ જ કહેવાનુ કે "હાથ છૂટે ભી તો રિશ્તે નહી તૂટા કરતે, વક્ત કી શાખ સે લમ્હે નહી તૂટા કરતે..." આ સિવાય તો તમને શુ શ્રધ્ધાંજલિ પણ શુ આપી શકીએ.

અમિતાભ બચ્ચન- સદાબહાર સજ્જન્

ગઇ કાલે અમિતાભ બચ્ચનનો જન્મદિવસ હતો. દેશભરના મિડિયાએ અને લોકોએ એમને શુભેચ્છાઓ આપી.
અમિતાભ માત્ર એક સારા કલાકાર છે? અલ્બત્ત, સદીના મહાનાયકનુ બિરુદ એમને જ મળ્યુ છે. પરંતુ એ માણસની માણસાઇ વિશે બહુ જ ઓછી વિગતો મિડિયામા આવે છે. આજે એકાદ બે એવી વાતો કરવાનો ઉપક્રમ છે.
વર્ષો પહેલા જી નામનુ એક ફિલ્મી મેગેઝીન અવારનવાર વાચવાનુ બનતુ. ફિલ્મી હસ્તીઓના જીવનની નાનીમોટી સાચી ખોટી વાતો વાંચવાનો આનન્દ આવતો. એ વખતે લગભગ તમામ અભિનેતાઓ ફિલ્મ શૂટિંગના સેટ પર જે જે નખરા કરતા એ બધી જ વાતો મિડિયામા આવતી. પરંતુ મે કદી પણ અમિતાભના નખરા વિશે સાંભળ્યુ નથી. સેટ પર દિગ્દર્શક જેટલા રિ-ટેક લેવા ઇચ્છે એટલા રિ-ટેક બચ્ચન કોઇપણ જાતના વાન્ધાવચકા વગર આપતા હતા.
એકાદ બે ફિલ્મોની સફળતાથી છાતી કાઢીને ફરતા ઘણા નવોદિતો એવા હતા જે પોતાની જાતને સુપરસ્ટાર સમજતા હતા અને જાતજાતના નખરા કરતા હતા. અમિતાભ બચ્ચન હમ્મેશા શિસ્તબધ્ધ કલાકાર રહ્યા છે. આ શિસ્ત એ ક્યાથી શીખ્યા છે? મારી જાણકારી મુજબ એમના માતુશ્રી તેજી બચ્ચન થિયેટર સાથે જોડાયેલા હતા, એટલે શક્ય છે કે બચ્ચન નાટકની શિસ્ત લઇને ફિલ્મોમા આવ્યા હોય. આપણે મોટેભાગે હરિવંશરાય બચ્ચનને જ વધુ યાદ કરીએ છીએ, કારણ કે એ મોટા ગજાના કવિ હતા. પણ અમિતાભની સફળતામા તેજી બચ્ચનના ફાળાની નોધ જોઇએ તેટલી લેવાઇ નથી.
એબીસીએલ ની નિષ્ફળતા એવી હતી કે કોઇ પણ માણસ તૂટી જાય. બચ્ચન તૂટ્યા નહી અને ઝઝૂમતા રહ્યા. કમ્પનીનુ કરોડો રુપિયાનુ દેવુ ચૂકવવા આ માણસે ભરપુર પરિશ્રમ કર્યો છે. ફિલ્મો પૂરતા મર્યાદિત ન રહેતા જાહેરાતો પણ કરી છે... અઢળક કરી છે અને દેવુ ચૂકવ્યુ છે. કમ્પનીનુ દેવુ ચૂકવવા માણસ પોતે આવી કાળી મજૂરી કરે એવા ઉદાહરણ ભારતમા બહુ જ ઓછા છે. 
નહેરુ - ગાન્ધી પરિવાર સાથેના એમના સમ્બન્ધો વિશે ઘણીવાર ચર્ચા થાય છે. એ બે પરિવારો વચ્ચે વણસેલા સમ્બન્ધ રાજકીય કારણે છે એ સૌ જાણે છે. સોનિયાજીની કોંગ્રેસે અમિતાભને ખૂબ જ હેરાન કર્યા છે. લીલાવતી હોસ્પિટલના બિછાને પડેલા આ માણસને એ જ વખતે ઇંકમ્ટેક્ષના લોકો હેરાન કરતા હતા. આખો દેશ જાણતો હતો કે આ કોના ઇશારે થઇ રહ્યુ હતુ. કોંગ્રેસના મોટામાથા પણ બચ્ચન વિશે ઘણીવાર અનાબશનાબ બોલતા રહે છે. બચ્ચન ક્યારેય પોતાના સંસ્કાર ચૂક્યા નથી. કદી પણ નહેરુ ગાન્ધી પરિવાર વિશે આ માણસ જાહેરમા ખરાબ બોલ્યા નથી. એક્વાર એક પત્રકારે એમને આ પરિવાર સાથેના સમ્બન્ધ અંગે કશુક પૂછેલુ તો બચ્ચને જવાબ આપેલો કે "એ રાજપરિવાર છે, સમ્બન્ધ રાખવો - ન રાખવો એ રાજા નક્કી કરે, પ્રજા તરીકે હુ નહી." પોતાના બાપુજી વખતથી જે પરિવાર સાથે નાતો હતો એવા પોતાના દોસ્તના પરિવારથી દૂર થઇ જવાનુ દુ:ખ આ સમ્વાદમા દેખાય છે.
રેખા સાથેના એમના સમ્બધો હમ્મેશા રસથી ચર્ચાય છે. આ માણસની ખાનદાની તો જુઓ, ક્યારેય આ અંગે કશુ જ કહ્યુ નથી! ગોકૂળ છોડ્યા પછી ક્રુષ્ણના જીવનમાથી જેમ રાધા નીકળી જાય છે, કૈંક એવી જ રીતે બચ્ચનના જીવનમાથી રેખા નીકળી જાય છે. હા, જેમ સાહિત્યકારો ક્રુષ્ણના મથુરાનિવાસ વખતે રાધાની યાદને લાવે છે એ રીતે પત્રકારો અને ફિલ્મ રસિયાઓ બચ્ચનના વિવાહિત જીવનમા રેખાની યાદને લાવ્યા કરે છે... આમા કશુ ખોટુ પણ નથી... વિખુટા પડી ગયેલાપ્રેમીઓનો અધિકાર છે- ચર્ચાતા રહેવાનો -- અને એ રીતેય પરસ્પરને યાદ કરી લેવાનો....!!
કેબીસીમા બચ્ચનની સજ્જનતા આપણે બધા જોઇએ જ છીએ, અને આ અગાઉ શાહરુખખાનની ચાંપલાશ પણ જોઇ જ છે. ઘોડા-ગધેડા જેટલો ફરક દેખાયા વગર રહે?!
આ સદીના મહાનાયકને દિલી શુભેચ્છાઓ.....  

Tuesday, 11 October 2011

મન્દિરના ધન પર કોનો અધિકાર?


કેરલના એક વિષ્ણુ મન્દિરમા લાખો કરોડનો ખજાનો મળે છે અને દેશ સ્તબ્ધ થઇ જાય છે. આ ખજાના પર કોનો અધિકાર છે એ વિષે ટીવી પર આવતા ચશ્મિશ તજગ્નો ચશ્માની દાંડી હાથમા રાખીને પોતાના અભિપ્રાય આપતા થઇ ગયા. એ કહે છે કે આ ધન શિક્ષણ માટે, આરોગ્ય માટે, ગરીબી નિવારણ માટે કે પછી લોકજગ્રુતિ માટે વાપરવુ જોઇએ. વાહ, બહોત ખૂબ... માશાલ્લાહ ... આપને દેશ માટે કેટલી ચિંતા છે! મન્દિરનુ ધન વાપરીને રોડ બનાવીએ, શાળાઓ બનાવીએ, દવાખાના બનાવીએ, જાહેરહિતના કામ કરીએ...... એક મિનિટ, આ બધુ મન્દિરના પૈસાથી થવાનુ હોય તો સરકારના પૈસાનુ શુ થશે? આપણે ટેક્ષ શા માટે ભરીએ છીએ? સોરી.
મન્દિરમા ધન ક્યાથી આવે છે એ આપણને ખબર છે પણ શા માટે આવે છે એની આપણને ભાગ્યે જ ખબર હોય છે. એક મિત્રએ કહ્યુ કે લોકહિતના કાર્યો કરવા આ ધન આવે છે. વેલ, જવાબમા દમ છે. પરંતુ લોકહિત અને જાહેર હિત વચ્ચે તફાવત છે. લોકહિતમા જાહેર હિત આવી જાય પણ જાહેરહિતમા લોકહિત ન પણ આવે. જરા વિગતે સમજીએ. આપણે ત્યા જાહેરહિત મોટેભાગે સરકારી નાણાથી થાય છે માટે એમા સરકારી નિતિનિયમોની મર્યાદા પણ છે. શાળા, દવાખાનુ, રોડ, દલિતો માટે નાણાકીય મદદ વગેરે જાહેરહિતમા આવરી લીધા પછી પણ સમાજમા એવા દુખિયારા રહી જાય છે જે સરકારી રીતે દલિત નથી. ક્યારેક સરકારી વ્યાખ્યા મુજબ દલિત કે વંચિત હોય એને પણ કેટ્લાક કામો માટે સરકારી સુવિધા ન મળે. દાખલા તરીકે, દલિતની દીકરીને સુવાવડ માટે પિયર તેડાવવા માટે દીકરીના બાપની ઇચ્છા હોય જ પણ આંતરડા અંટાઇ જાય એવી કાળી મજૂરી કરીને માંડ પોતાનુ પેટ ભરી શકતા મા-બાપ સુવાવડી દીકરીને શુ ખવડાવે? આ ઉપરાંત, જે સરકારી રીતે દલિત નથી પણ ગરીબ છે એને જ્યારે કોઇ અણધારી આફત આવે ત્યારે એ ક્યા જાય? સરકારમાથી મળવાપાત્ર નથી, બીજા પાસે માગવામા સ્વમાન ઘવાય છે. સમાજના વ્યવહારો ન સચવાય એની પીડા પણ સહન થતી નથી.....
આપણા પૂર્વજોએ આવુ કશુક અનુભવ્યુ હશે એટલે સરકારની પણ સરકાર અને રાજાનાયે રાજાનુ ઘર એટલે મન્દિર એવી વિભાવના સાથે મન્દિરમા દાનપેટી ઊભી કરી હશે. માત્ર આધ્યાત્મિક અને ચૈતસિક કારણોસર ઊભુ થયેલુ મન્દિર દાન પણ લઇ શકે એવી શરુઆત કોઇક નરબંકાએ હજારો વર્ષો પહેલા કરી હશે. કારણકે આ એ જગ્યા છે જ્યા ગ્રીબ-તવંગર બધા જ માગી શકે છે, સંકોચ વગર માગી શકે છે, મા પાસે બાળક ખાવાનુ માગે એટ્લી સહજતાથી અને એટલા જ અધિકારપૂર્વક માગી શકે છે- આ ભગવાનનુ ઘર છે. માતાનીય માતા કે બાપનાયે બાપના આ ઘરમાથી કૈં પણ માગી શકાય, લે શકાય. માગવાની શરમ ન હોય, સંકોચ ન હોય. સ્વતંત્રતાની વ્યાખ્યામા અંતર્નિહિત એવો સન્માનપૂર્વક જીવવાનો અધિકાર કમ સે કમ આ જગ્યાએ તો બકાયદા જળવાય જ. કોઇના અહેસાનમન્દ થયા વગર કોઇના ઋણી થયા વગર પણ મને જોઇતી મદદ હુ મેળવી શકુ..... બસ, આવી મદદ માટે શરુ થૈ હશે આ દાનપેટી. આ દાનપેટી પર ભગવાન સિવાય કોઇનો અધિકાર નહી. હા, ભગવાન પાસે દીકરા-દીકરી બનીને માગતા લોકોનો અધિકાર ખરો જ.
  આ માત્ર આદર્શની વાત નથી. આજે પણ, સ્વધ્યાય પરિવાર અંતર્ગત ચાલતી યોગેશ્વર ક્રુષિ જેવી પ્રવ્રુત્તિઓમા પણ આ જ સંકલ્પના છે. ગામના ખેડુતનો બળદ મરી જાય તો એ નવા બળદના પૈસા યોગેશ્વર ક્રુષિમાથી મેળવી શકે- અને એ પણ વગર વ્યાજે...કોઇ પણ જાતની અરજી-ફરજીની ઔપચરિકતા વગર એને મદદ મળી જાય અને એ માણસ પાસે જ્યારે સગવડ થાય ત્યારે એ પૈસા પાછા આપી પણ જાય. સાચા અર્થમા ગુપ્તદાનનુ ઝરણુ આમ સતત વ્હ્યા કરે અને લોકો લાભાંવિત થયા કરે. અહી પણ, માણસ ગૌરવભેર જીવી શકે અને ગૌરવભેર મદદ પણ મેળ્વી શકે એવી સરસ વ્યવસ્થા છે.
મન્દિરની દાંનપેટીની એક બીજી વિશેષતા જાણી રાખવા જેવી છે. સરકારમા પોતાની આવકનો અમુક ચોક્કસ  હિસ્સો આવક્વેરા તરીકે ભરવામા ગલ્લાતલ્લા કરનાર વ્યક્તિ પણ દાંપેટીમા ખુલ્લાદિલે દાન આપે છે. માત્ર શ્રીમંત જ આપે છે એમ નહી, ગરીબ પણ પોતાની શ્રધ્ધા મુજબ દાન આપે જ છે. કશુજ કોઇના માટે ફરજીયાત નથી તેમ છતા આપે છે. પરિણામે દાંનપેટી ખાલી થતી નથી. બીજુ કે, દરેક જણ પોતાને મળેલી સગવડ માટે ભગવાન નામના એક તત્વને શ્રેય આપે છે. તેથી, દરેક જણ કશુક માગે છે, ગરીબ હોય કે તવંગર , ભગવાન પાસે માગે છે- ધન, દોલત, શક્તિ, સંતાન, સુખ, તન્દુરસ્તી..... અને અધિકારપૂર્વક માગવા છતા એનામા માગનાર્ની નમ્રતા જળવાઇ રહે છે. આમ, ભગવાનના ઘરે એક દીકરા પાસેથી કશુક આવે છે, અને બીજો દીકરો કશુક માગે છે. દીકરાનુ સ્વમાન જળવાય એટલા માટે ભગવાન જ આપનારની ભૂમિકામા હોય છે. આમ, મન્દિરમા આવતી આવક પર માત્ર ભગવાનનો અધિકાર છે.
એવુ નથી કે માત્ર હિન્દુ ધર્મમા જ આવી વ્યવસ્થા છે. રમઝાન માસ દરમ્યાન સમ્પત્તિવાન લોકો જરુરતમન્દ લોકોને અચુકપણે મદદ કરે છે. મદદનુ પ્રમાણ પણ ધાર્મિક રીતે નક્કી થયેલુ છે. સરકારી આવકવેરો બચાવવા પોતને ત્યા ચાર્ટર્ડ એકાઉંટંટને નોકરીએ રાખનાર મુસ્લિમ બિરાદર પણ રમ્ઝાનમા પોતાની સાચી આવકનો હિસ્સો જરુરતમન્દ સુધી પહોચડે છે. અહી પણ કશુ જ કાયદાકીય રીતે ફરજીયાત નથી, તેમ છતા મદદનુ ઝરણુ વહ્યા કરે છે. અલબત્ત આ મદદ વાયા મસ્જિદ નથી જતી, સીધી જરુરતમન્દ સુધી પહોચે છે (હિન્દુ મન્દિરોમા મઠાધીશ અને ટ્રસ્ટીમન્ડળો દ્વારા ચાલતી ગોબાચારીઓમાથી બોધપાઠ લીધો હશે?!) અહી પણ માનવગરિમાનો ભંગ ન થાય તેની કાળજી લેવાય છે. જેને મદદ મળતી હોય તે પોતે એ મદદનો માલિક બને એવી ચોકસાઇ રાખવામા આવી છે. મદદ કરનાર મદદ લેનારને મદદના ઉપયોગ અંગે કશુ કહી ન શકે. આ અત્યંત સૂક્ષ્મ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ. કોઇક સાધનસમ્પન્ન મુસ્લિમ પોતાની પાડોશ્મા રહેતા ગરીબ મુસલમાનની સ્થિતિથી વાકેફ છે. એ પરિવાર માંડ પોતાનુ ગુજરાન ચલાવે છે. સાધનસમ્પન્ન વ્યક્તિને લાગે છે કે આ ભાઇને આખુ વર્ષ ચાલે તેટલુ રેશન લગભગ પચાસ હજાર રુપિયાનુ થાય જે હુ આપી શકુ એમ છુ. આ સ્થિતિમા મદદ આપનાર માણસ પેલા ગરીબને ન તો રેશન આપે કે ન તો એવી ફરજ પાડી શકે કે તુ આમાથી રેશન જ લાવી શકીશ. એણે તો માત્ર પચાસ હજાર રુપિયા આપી દેવાના. એ પચાસ હજારનો માલિક પેલો ગરીબ છે. એ ઇચ્છે એ રીતે ખર્ચ કરી શકે. કોઇક ચોખલિયા લોકો દલીલ કરી શકે કે એ પૈસા પેલો ગરીબ બિનજરુરી વસ્તુઓમા વેડ્ફી નાખે તો? જવાબ છે-"વેડફવા દેવાના". એને મળેલા પૈસાનો એ જ માલિક છે! પ્રથમ દ્રષ્ટિએ વિચિત્ર લાગતી આ વાત પેલા મદદ લેનાર ગરીબના માનવગૌરવને અખંડિત રાખવા માટેની વ્યવસ્થા છે.
ટૂંકમા, ધર્મ નામની આવી સમગ્ર વ્યવસ્થા અંતત: લોકહિત માટે જ કાર્યરત હતી. હવે, આપણા મન્દિરો, આશ્રમો, દેવાલયો પૈસાની ભૂખમા અને પોતાના જ પ્રચારમા ધૂમ ખર્ચ કરે એ વ્યવસ્થા અથવા સંચાલનની ખામી છે. ધર્મની નહી.
મૂળ વાત પર આવીએ. વાત પદ્મનાભ સ્વામી મન્દિરની સમ્પત્તિ પર કોનો અધિકાર - એ વિશેની છે. મારે એટલુ જ કહેવુ છે કે જે રાજાના પરિવારે અત્યાર સુધી આ ખજાનાને જાળવ્યો છે એ જ નક્કી કરી શકે કે આ સમ્પત્તિનુ શુ કરવુ. યાદ રહે, આ મન્દિરર્ની માલિકી એ રાજવી પરિવારની જ હતી. એ પરિવારે ઇચ્છ્યુ હોત તો આ સમ્પતિ દ્વારા એ મોટા ઉદ્યોગપતિ થઇ શક્યા હોત, સંસદ સુધી કે કેન્દ્રિય પ્રધાનમંડળ સુધી પણ પહોચી શક્યા હોત. કોઇ પણ જાતના દેખાડા વગર તેમણે પેઢી દર પેઢી આ ખજાનાનુ રક્ષણ કર્યુ છે. મને લાગે છે કે કોઇ પણ સરકારી આધિપત્ય અથવા ટ્રસ્ટી મંડળ કરતા એ પરિવારની વિશ્વસનિયતા વધુ છે. ઇતિ સિધ્ધમ....
    

Sunday, 2 October 2011

ગાંધી હત્યા અને પાકિસ્તાન

ભારતના કેટલાક હિંદુ સંગઠનો દ્વારા જાણે અજાણે એવું પ્રતિપાદિત કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે નથ્થુરામ ગોડસે દેશભક્ત હતા તેથી તેમણે ગાંધીજીની હત્યા કરી. ઐતિહાસિક રીતે ગાંધી હત્યાને વાજબી ઠેરવવા માટે એવું કારણ અપાય છે કે ભારત - પાકિસ્તાનના ભાગલા પછી પાકિસ્તાનને મળવાપાત્ર હિસ્સો રૂપિયા પંચાવન કરોડ પાકિસ્તાનને ચૂકવી દેવા માટે ગાંધીજીએ આગ્રહ કર્યો (કોઈ એને હઠ કહી શકે ) એટલે ભારત માતાના સપૂત નથ્થુરામ ગોડસે અને તેમના મિત્રોએ ગાંધીજીની હત્યા કરી.

વેરી ગૂડ !
   દલીલમાં દમ છે !
પાકિસ્તનના પંચાવન કરોડ વિષે વિગતે સમજીએ -
ભારત-પાકિસ્તાન ભાગલા પછી બન્ને દેશો માટેની મિલકતની વહેચણી થઇ હતી. જમીન,  ઝવેરાત , યાંત્રિક સામગ્રી ઉપરાંત નાણાની પણ વહેચણી થયેલી. આ વહેચણીમાં ભારતને સાતસો કરોડ રૂપિયા કરતાં વધુ રકમ અને પાકિસ્તાનને પંચાવન કરોડ રૂપિયા મળવાપાત્ર હતા. વહેચણીના અમલીકરણ વખતે જ્ પાકિસ્તાને કાશ્મીર પર લશ્કરી હુમલો કર્યો એટલે ભારતના આગેવાનોએ પંચાવન કરોડ રૂપિયા અટકવી દીધાં.
  યાદ રહે....ગાંધીજી માટે ભારત અને પાકિસ્તાન સગા બે દીકરા જેવા જ્ હતા. બાપ જયારે પોતાના બે દીકરાઓની મિલકત વહેચે ત્યારે કોઈને પણ અન્યાય ન થાય તેનું ધ્યાન રાખે જ્ ! એટલે પાકિસ્તાનને એના પૈસા મળી જાય એ માટે એમણે આગ્રહ કર્યો. તત્કાલીન ભારતીય આગેવાનોએ આની વિરુદ્ધમાં દલીલ કરતાં કહેલું કે "આ પંચાવન કરોડમાંથી પાકિસ્તાન શસ્ત્રો વસાવશે અને ભારત પર જ્ એનો ઉપયોગ કરશે ! તેથી હાલ પાકિસ્તાનને પૈસા ના આપવા જોઈએ."
   કોઈ પણ દેશ ભક્તને ગળે ઉતારી જાય એવી આ ગળચટ્ટી દલીલ કરનાર એ ભૂલી જાય છે કે પોતાની માલિકીના પૈસાનો ઉપયોગ પાકિસ્તાન ગમે તે રીતે કરી શકે એ એનો અધિકાર હતો ! જો એ આ પંચાવન કરોડ રૂપિયા પોતાની ગરીબ પ્રજા માટે ભોજન, આવાસ જેવી મૂળભૂત જરૂરિયાતો ને બદલે સૈન્ય પાછળ વાપરે તો પણ ભારત પાસે તો સાતસો કરોડ જેવી રકમ હતી - એમાંથી શસ્ત્રો ના આવી શકે?
   મૂળ વાત તો છે આ મુદ્દાને લઈને ગાંધીજીની હત્યાને વાજબી ઠેરવવાની !
 મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ પહેલાં પણ ગાંધીજીની હત્યા કરવાના ચાર-પાંચ પ્રયાસો થયેલા ! પંચાવન કરોડનો મુદ્દો ગાંધી હત્યાના સોળ દિવસ પહેલાં જ્ ઉભો થયેલો ! જયારે તેમની હત્યાના પ્રયાસ ચૌદ વર્ષે પણ થયેલા !
પ્રથમ પ્રયાસમાં પુનામાં એમની ગાડી પર બોમ્બ પડેલો !
વર્ષો પહેલાં પંચગીનીમાં એક ટોળું એમનો વિરોધ કરવા આવેલું. આ ટોળાના આગેવાન પાસેથી છરો મળી આવેલો. આ આગેવાનનું નામ હતુ નથ્થુરામ ગોડસે !
સ્વતંત્રતા અંગે ગાંધીજી અને મહંમદઅલી ઝીણા વચ્ચે મુંબઈમાં મુલાકાત ના થાય એ માટે ગાંધીજીને વર્ધા પાસે આવેલા સેવાગ્રામ આશ્રમમાંથી બહાર ના નીકળવા દેવા માટે પણ એક ટોળું આવેલું. આ ટોળામાં પણ પણ ગોડસે છરો લઈને આવેલા.
   એકવાર ગાંધીજી જે ટ્રેનમાં બેઠા હતા એ ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થયો હતો.
 મૃત્યુના થોડા દિવસ પહેલાં પ્રાર્થનાસભામાં પણ બોમ્બ ફેકવામાં આવ્યો હતો.
ઉપરના બધા જ્ પ્રયાસોની નિષ્ફળતા પછી ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ ના રોજ છઠ્ઠો પ્રયત્ન આપણી પાસેથી ગાંધીજીને છીનવી ગયો ! આ પ્રયાસો ભલે જુદી જુદી જગ્યાએ થયા હોય, એ કરનાર  લોકોમાં કોઈક નિશ્ચિત જોડાણ હતુ જ્ ! ઈતિહાસની કમનસીબીએ  હત્યારાઓને હિન્દુઓના હીરો બનવાનું સૌભાગ્ય બક્ષ્યું એ જુદી વાત છે. 

ગાંધી વિરુધ્ધ આપણે

આજે ગાંધી જયંતિ નિમિત્તે શરૂ થયેલ આ બ્લોગ આજના દિવસ માટે એટલે કે ગાંધી સંદર્ભે મનને કેટલાક વિચારો-કુવિચારોથી ઘેરી લે છે. સદીના મહામાનવ તરીકે પ્રતિષ્ઠિત થયેલ આ મહાત્મા માટે દેશ તરીકે આપણે લાયક છીએ ખરા ? મારો કહેવાનો મતલબ એ છે કે ૧૮૬૯ ની બીજી ઓક્ટોબર થી ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ સુધીમાં ગાંધી જેટલું વિકસ્યા એટલો વિકાસ પછીના છ દાયકામાં આપણે કર્યો ખરો? જાતને પૂછવા જેવું છે !
              સ્વંતત્ર ભારતના આગેવાનો ખરેખર ભારતના આગેવાનો છે કે પછી કોઈ જાતી, સમુદાય, ધર્મ કે પ્રદેશના આગેવાનો છે? સાવરકર, ઝીણા, આંબેડકર થી શરૂ કરીને ઠાકરે, ઈમામ બુખારી,કાશીરામ- માયાવતી વગેરેને એમના કાર્યો થકી તપાસતા માલુમ પડશે કે આ દલીલમાં કેટલો દમ છે !
              અત્યારના સમયમાં ગાંધી વિષે મોટા પાયે થઇ રહેલ ટીકાઓ સંદર્ભે બૃહદ પરિપ્રેક્ષ્યને સ્પર્શતા કેટલાક  પ્રશ્નો આ રહ્યા......
  • ભારતમાં હિંદુ-મુસ્લિમ સમસ્યા ગાંધીજીને કારણે વધારે વકરી છે? એટલેકે ગાંધીજીએ મુસ્લિમોને ચઢાવી માર્યા છે?
  • દેશના ભાગલા માટે ગાંધી કેટલાં જવાબદાર?
  • ગાંધીજીની હત્યા એમના પાકિસ્તાન પ્રેમ માટે થઇ હતી?
  • દલિતોને વધુ પડતા ચઢાવી મારીને ગાંધીએ દેશને નુકસાન કર્યુ છે? 
  • દલિતોના નેતા કોણ ? - આંબેડકર કે ગાંધીજી?
  • આંબેડકર અને ગાંધીજી પરસ્પર વિરોધી છે?
  • સરદારને વડાપ્રધાન બનાવી ગાંધીએ દેશને નુકશાન કર્યુ છે?
  • ગાંધીજી પ્રગતિના વિરોધી છે?

કોંગ્રેસ, ભાજપ,સમાજવાદી પક્ષ, બહુજન સમાજ પક્ષ અથવા ધર્મ અને નિશ્ચિત સમુદાયની ઓળખથી ઓળખાતા આપણે સૌ ભારતીય તરીકે ઉપરના પ્રશ્નો વિષે વિચારીએ અને ચર્ચા કરીએ એ આજના દિવસે ગાંધીને આપેલી સાચી શ્રધ્ધાંજલિ ગણાશે !
આપના વિચારો કોમેન્ટમાં દર્શાવો તેવી વિનંતિ....