મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ
મને જોઈને હરખાતી નમણીના સમ
ઊગે આકાશ આખું, સૂરજના આથમતાં
ઊગે છે હૈયામાં આશ,
વાસણ માંજીને પછી નિરાંતે બેઠેલી
છોકરીઓ માંજે છે જાત.
ફળિયાના નાકે થાય વગડાની વાત,
એમાં કોઈને ના આવે શરમ !
મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ
આખ્ખાય ફળિયાની દિવસની લેણદેણ
કહેવી છે છોકરાને આંખથી,
છોકરો મૂઓ એને વાંચે છે જેમતેમ,
આંખ મારી હા ભણે ચશ્માંથી.
છોકરી ને છોકરાની આવી રસમ;
મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ.
લંબાવી પગ જાણે લંબાવી જાતને,
છોકરીઓ આમતેમ જોતી;
ખિખિયારા કાઢી એવું હસતી એ ટોળામાં,
ફળિયાની વેદનાઓ ધોતી.
વહેલા જન્મ્યાનું દુ:ખ ઓઢીને સૂવે છે
ડોશીનું ગલઢેરુ મન;
મારા ફળિયાની નહોતી એ છોકરીના સમ.
Oho !!!! વહેલા જન્મ્યાનું દુ:ખ ઓઢીને સૂવે છે
ReplyDeleteડોશીનું ગલઢેરુ મન;