Thursday, 24 May 2012

પટેલ સંમેલન



અને હવે પટેલોનું સંમેલન.....!!!! હા, આ અગાઉ ક્ષત્રિય ઠાકોર કોળી સમાજના રાજકીય ઉપયોગ માટે થયેલા સંમેલનોની વાત કરેલી... પટેલોના સંમેલનો પણ થતા હતા પરંતુ એણે ઉઘાડી રીતે રાજકીય સ્વરૂપ નહોતું પકડ્યું. હવે એ પણ પકડાઈ રહ્યું છે.... આગામી ૮ મી જુને મહેસાણામાં પટેલો એક મોટું સંમેલન કરશે.... કારણ કે.... વર્તમાન ભાજપ સરકાર એમને અન્યાય (?) કરી રહી છે... પટેલો હોસીયામાં ધકેલાઈ ગયા છે. વગેરે... વેરી ગુડ, બહુત અચ્છે.... !! વર્તમાન સરકારના મંત્રીમંડળમાં કામ કરતા આનંદીબેન, નીતીનભાઈ, પ્રફુલ્લ પટેલ, નરોત્તમ પટેલ વગેરે પટેલો નથી !!!! કારણ કે એ કોંગ્રેસી પટેલો નથી... એટલે નટુભાઈ પટેલ (ઇફકો), જીવાભાઈ પટેલ, લીલાચંદ પટેલ વગેરે આગેવાનો મોદી વિરુદ્ધના અને ભાજપ વિરુદ્ધના પોતાના વિચારોને એ રીતે રજુ કરશે કે પટેલોને અન્યાય થઇ રહ્યો છે...આગામી સંમેલન આખા ઉત્તર ગુજરાતના પટેલો માટે છે.. યાદ છે? પાટણમાં મળેલું કોળી સંમેલન?? અદ્દલ એવું જ આ સંમેલન હશે..!!!! આ કોંગ્રેસનું સંમેલન પતે એટલે કદાચ ભાજપના પટેલો મળશે.... અને આમ ગુજરાત લડશે, વિભાજીત થશે, ખંડ ખંડ વહેચશે કોમ - કોમમાં .... ભા.....ઈ, ભા......ઈ...... ; any way, આ ગમ્મતનો મુદ્દો જ નથી.. sorry... પણ ગુજરાત તને થયું છે શું? એ પ્રશ્ન પૂછવા જેટલી સંવેદનશીલતા તો દરેક પાસેથી અપેક્ષિત્ છે... પટેલ હોય કે ક્ષત્રિય્ અત્યારે આ રાજકારણીઓ દ્વારા બોલાવતા કોઈ પણ જ્ઞાતિ સંમેલનનો બહિષ્કાર એ જ ગુજરાતને બચાવવાનો એકમાત્ર ઉપાય મને લાગે છે...

No comments:

Post a Comment